Gujarat

કેલિફોર્નિયા ઓરેન્જ કાઉન્ટીમા કઠલાલ તાલુકાના ભાટેરાની ખુશી પટેલ દ્વારા ભારતીય કથક નૃત્ય રજુ કરાયુ.

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કેલિફોર્નિયા ઓરેન્જ કાઉન્ટી રૂલસ્ટન કેમ્પસ ખાતે શંકરા નૃત્ય એકેડેમી દ્વારા આયોજિત કાર્યક્રમમા ભારતીય કથક નૃત્યની પ્રસ્તુતિ માટે કઠલાલ તાલુકાના ભાટેરા ના વતની કુમારી ખુશી પટેલ ના રંગમંચનો કાર્યક્રમ રજુ કરવામા આવ્યો.જ્યા નૃત્ય એકેડેમીના સંસ્થાપક આરતી માણેક ની ઉપસ્થિતિમાં ખુશી પટેલ જેઓના માતા શ્વેતા એ ઉત્તર ભારતીય બનારસ ઘરાના ની શાસ્ત્રીય તાલીમ માટે રસ લીધો હતો જેના ફળ સ્વરૂપે શિસ્ત,ધૈર્ય અને સમર્પણ તથા ઉપાસના સાથે મહત્વકાંક્ષી ખુશી એ અભ્યાસની સાથે સાથે નૃત્ય સાથેના લગાવથી અવિરત સાધનાથી પોતાની પ્રતિભા પાંગરી હતી.જોકે કોરોના મહામારી વચ્ચે પગમાં ફેક્ચર અને પડકારો જીલવા છતા નવા વર્ષમાં કથક કલાના ત્રણેય અંગોને ખુશી એ કૌશલ્યપૂર્ણ રીતે આત્મસાત કર્યા હતા અને થિયેટર પ્રવેશ કરી સંગીતતજ્ઞ ટીમ નીલ કુમાર,રવિન્દ્ર દેવ,આકાશ પુજારા અને સિતાર વાદક ક્રીપિયા દવે સાથે સંગીતથી થિયેટરને કથક તાલથી ગુજતુ કરી દીધું હતું.ખુશી એ અનેક પ્રકારના નૃત્ય રજુ કરી સૌને મંત્ર મુક્ત કરી દીધા હતા અને ભારતની ખુશી એ વિદેશમાં પણ ભારતીય કથક નૃત્યને લોકો સુધી પહોંચાડયુ હતુ.

IMG-20220705-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *