Gujarat

બાકી રહી ગયેલી અને નવી શરૂ થનાર સિરિઝમાં વાહનના  પસંદગીના નંબર મેળવવા માંગતા છોટાઉદેપુર જિલ્લાના વાહન માલિકો જોગ

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા ટુ-વ્હીલ વાહનોની બાકી રહેલી સિરિઝ GJ34 E,F,J,K અને L તેમજ ફોર- વ્હીલ વાહનોની સીરીઝ GJ34H તથા થ્રી-વ્હીલ વાહનોની સીરિઝ GJ34 W અને ટ્રાન્સ્પોર્ટ વાહનોની સીરિઝ GJ34 Tના  ગોલ્ડન -સિલ્વર નંબરો માટેની હરાજી તા.૧૧/૭/૨૦૨૨ ના રોજ રજીસ્ટ્રેશન ખોલવામાં આવશે. તો ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનનું રજિસ્ટ્રેશન દિવસ-૭ માં  કરાવી ONLINE https//:vahan.parivahan.gov.in/fancy  પર રજિસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે.
તા.૧૧/૦૭/૨૦૨૨ના રોજ સાંજે ૦૪:૦૦ વાગ્યાથી તા.૧૩/૦૭/૨૦૨૨ના રોજ સાંજે ૦૩:૫૯:૫૯ સુધી AUCTION માટે ONLINE CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાનું તેમજ એપ્લિકેશન કરવાની રહેશે. તા.૧૩/૦૭/૨૦૨૨ના રોજ સાંજે ૦૪:૦૦ વાગ્યેથી  તા.૧૫/૦૭/૨૦૨૨ના રોજ સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધી AUCTIONનું બિડિંગ ઓપન થશે. તા.૧૬/૦૭/૨૦૨૨ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા CNA ફોર્મ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીએ જમા કરાવવાનું રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખ થી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવો. સમય બહાર ની અરજીઓ રદ કરવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *