માળીયાહાટિના તાલુકાના એક ગામમાંથી જાગૃત નાગરિકે ફોન કરીને જણાવ્યું કે અમારા પાડોશી મહિલા આપઘાત કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે કેશોદ ૧૮૧ ટીમ ગંભીરતા દાખવી તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થળ પર મહિલા ને પ્રોત્સાહન આપી શાંતિ થી પુછપરછ કરતા મહિલા એ જણાવ્યું હતું કે તેમના પતિ ને પાંચ વર્ષ થી નશાકારક દ્રવ્યનું સેવન કરવાની લત લાગી ગઈ છે.
આમ,મહિલા ને ચાર બાળકો ના ભવિષ્ય અંગે પણ વિચાર કર્યા વિના એ રોજ નશાની હાલતમાં આવી ઝઘડો કરી મારકૂટ કરી હેરાન કરે છે અને પરિવારનુ ભરણપોષણની જવાબદારી મહિલા પર સોંપી દેવામાં આવી છે. મહિલા મજૂરી કામ કરી પોતાનુ અને બાળકોનું ભરણપોષણ કરે છે. મહિલાના સાસુ સસરા અને આગેવાનો દ્વારા પણ સમજાવામાં આવેલ પરંતુ મહિલાના પતિની કેફી દ્રવ્યોનું સેવન કરવાની લત છોડવા તૈયાર ન હતા. તેથી મહિલા એમના પતિના માનસિક શારિરીક ત્રાસ થી કંટાળી આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. સ્થળ પર મહિલાના પતિ ડરીને ભાગી ગયા હતા તેથી મહિલાના સાસુ સસરા નુ કાઉન્સેલિંગ કરી કાયદાકીય માહિતી આપી સમજાવ્યા હતા અને બાળકો ના ભવિષ્ય અંગે સમજણ આપી હતી અને મહિલા ના પતિ ને સુધારવા માટે મહિલા ને મદદરૂપ થવા સલાહ આપી હતી અને હાલ મહિલા આગળ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવા માંગતા ન હોય તેથી ને મહિલા ને કુશળ કાઉન્સિલિંગ દ્વારા આપઘાત ના વિચાર થી મુક્ત કરી હતી.
