જૂનાગઢમાં એ.જી.હાઇસ્કુલના મેદાનમાં સાત દિવસીય સખી મેળા તથા વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. વંદે ગુજરાત ૨૦ વર્ષનો વિશ્વાસ, ૨૦ વર્ષનો વિકાસ કાર્યક્રમ હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સખી મેળામાં સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પદિત ચીજ વસ્તુઓના વેચાણ કરવામાં આવશે. જેમાં જૂનાગઢ જિલ્લા-શહેર ઉપરાંત અન્ય જિલ્લાની સખીમંડળની બહેનો સ્ટોલ મારફતે કલાત્મક હાથ બનાવટની વસ્તુઓ સહિત અન્ય ઘર ઉપયોગી વસ્તુઓ વેચાણ કરવામાં આવશે.
