સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ કે. કે. હાઇસ્કુલના પ્રાર્થના હોલમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના શિક્ષક શ્રી ગોંડલીયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધોરણ ૧૦અને ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારાપ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીની બહેનો દ્વારા વિદાય ગીત અને અભિનય ગીત રજૂ કરી વાતાવરણને ભાવવિભોર બનાવી દીધું હતું.તેમજ શાળાના સ્ટાફગણમાંથી શ્રી તૃપ્તિબેન ભરાડ, શ્રી ભારતીબેન ચુડાસમા અને વાળા સાહેબ દ્વારા પ્રતિભાવો આપીને વિદ્યાર્થી પ્રત્યેના પ્રેમને ઉજાગર કર્યો હતો. તેમજ શાળાના શિક્ષકશ્રી જાગૃત ભાઈ દવે દ્વારા વિદાય ગીત રજુ કરીને વિદ્યાર્થી ભાવ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે કાર્યક્રમમાં પધારેલા પત્રકાર શ્રી પાંધી સાહેબે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. આ ઉપરાંત શાળાના આચાર્યશ્રી ખડદિયા સાહેબે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી રફિકભાઈ ભોરણીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સોનિક જવેલર્સ દ્વારા વિદ્યાર્થીઓને ભેટ આપેલ બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું . કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફગણે સાથે મળીને અલ્પાહાર કરી વિદાયની ક્ષણને હળવી બનાવી હતી. સમગ્ર સ્ટાફની રાહબરી હેઠળ વિદાય કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો
