છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે દ્વારિકાધીશ મોટી હવેલી ખાતે વૈષ્ણવ સંપ્રદાય દ્વાર વૈષ્ણવચાર્ય પૂજ્ય વાગેશકુમારજી મહારજની ઉપસ્થિતિમાં હોલી કે રશિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જેતપુર પાવી તથા આજુબાજુના વૈષ્ણવો એ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ગામના યુવાન ડેપ્યુટી સરપંચ મોંન્ટુભાઈ શાહ સહિત અનેકો યુવાન અને મહિલા વૈષ્ણવો પણ ઉપસ્થિત રહ્યા હતા. સવારથીજ જેતપુર પાવી ગામમાં વૈષ્ણવચાર્યની પધરામણી અંનેકો ઘરોમાં કરવામાં આવી હતી. અનેકો વૈષ્ણવોએ વૈષ્ણવચાર્યના હસ્તે બ્રહ્મસંબંધ પણ ધારણ કર્યું હતું. દ્વારિકાધીશ મોટી હવેલી ટ્રસ્ટીઓ દ્વારા આ રશિયા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૈષ્ણવોના દાન થકી પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટા પ્રમાણમાં મહિલાઓએ આ રશિયા કાર્યક્રમમાં મગ્ન બની નાચ – ગાન થકી પ્રભુમકત બન્યા હતા. વૈષ્ણવચાર્ય વાગિશકુમારજી દ્વારા વચનામૃત દ્વારા આ રશિયાનું મહત્વ જણાવવમાં આવ્યું હતું. ગામના ડે. સરપંચ મોંન્ટુભાઈ શાહ દ્વારા જણાવવમાં આવ્યું હતું કે, અમારા જેતપુર પાવી નું સદભાગ્ય છે કે પૂજ્ય જે જે ની અમીદ્રષ્ટિ અને આશીર્વાદ સમગ્ર જેતપુર વાસીઓ ઉપર રહેલા છે. જેતપુર પાવીના વિકાસમાં પણ આવા દરેકો સંતો – મહંતોના આશીર્વાદ રહેલા છે. તેમના આશીર્વાદ થકી આવનાર સમયમાં જેતપુર પાવી વિકાસની નવી ઉચાઈઓ હાંસિલ કરશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર છોટાઉદેપુર
