શાપર-વેરાવળ:ગત રોજ કોટડા સાંગાણી ના રામોદ ખાતે પોષણ માસ ની ઉજવણી ના ભાગ રૂપે icds વિભાગ , આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સયુંકત રીતે 15 થી 18ની શાળા એ જતી 68 કિશોરી ના hb ટેસ્ટ કરવામાં આવેલ, હિમોગ્લોબીન , પૌષ્ટિક આહાર, thr પેકેટ ના ઉપયોગ અંગે ઉપસ્થિત કિશોરીને સીડીપીઓ શ્રી પૂજાબેન જોશી તેમજ મેડિકલ ઓફીસર શ્રી ગોહિલ સાહેબ વિસ્તૃત સમજ આપેલ આ સમગ્ર કાર્ય ક્રમ ને સફળ બનાવવા મુખ્ય સેવિકા નીરૂબેન,NNM સ્ટાફ હિરેનભાઈ તેમજ આંગણવાડી કાર્યકર અને આરોગ્ય વિભાગ ના સ્ટાફ સહીતનાઓ એ સારી એવી જહેમત ઉઠાવેલ હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


