વંથલી પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠવા પામ્યા….
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બોડકા ગામની સીમમાં એલ.સી.બી એ દરોડો પાડી એક વાડીમાં આવેલ ગોડાઉન માંથી 8.64 લાખની કિંમતનો 2160 બોટલ દારૂ પકડી પાડ્યો હતો.પોલીસે એક મેટાડોર,દારૂ સહિત કુલ 12.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.બોડકા ગામની સીમમાં આવેલા હાજા હમીર કોડીયાતરના ખેતરમાં દારૂના જથ્થા નું કટિંગ થતું હોવાની બાતમી ના આધારે જૂનાગઢ એલ.સી.બી.સ્ટાફ દ્વારા દરોડો પાડ્યો હતો.જ્યાં ખેતરમાં આવેલ ગોડાઉનમાં અને બહાર ઊભેલા માલવાહકમાં પૂઠાની પેટીઓ મળી આવી હતી.આ અંગે હાજા હમીર કોડીયાતર અને દારૂ મોકલનાર સહિત વાહનના માલિક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.વધુમાં વંથલી પોલીસના તાબા હેઠળ આવેલા બોડકા ગામે વિદેશી દારૂનો મોટો જથ્થો એલ.સી.બી દ્વારા પકડી પાડવામાં આવતા વંથલી પંથકમાં દેશી અને વિદેશી દારૂના દૂષણ સામે વંથલી પોલીસ ની નિષ્ક્રિયતા સામે આવી…
અહેવાલ:હાર્દિક વાણીયા વંથલી


