Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના શાપર-વેરાવળ માં મમતા દિવસ ની વિવિધ વિસ્તારો ની આંગણવાડીઓ માં ઉજવણી કરાય..

ગત રોજ શાપર-વેરાવળ ખાતે શહેર ના વિવિધ આરોગ્ય કેન્દ્રો તેમજ આંગણવાડીઓ ખાતે મમતા દિવસ ની ઉજવણી કરાય હતી.જેમાં મહિના ના 3 બુધવારે મમતા દિવસ તરીકે ઉજવાય છે. જેમાં માતા અને બાળક અને બાળકો ના સારા સ્વાથ્ય માટે શગર્ભા માતાઓ ને રસી મુકાવવી તેમજ તાજા જન્મેલા નાના બાળકો ને હેલ્થ ચેક ઉપ તેમજ આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરાયેલ હતી. મમતા દિવસ ની સાથે હેલ્થ કાર્ડ કઢાવવા સહીત ની પણ કામગીરી હાથ ધરાય હતી.જેમાં શાપર ગામની 2 બે-નંબર ની આંગણવાડી માં મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં
કાર્યકર્તા હેતલબેન ભટ્ટી કોમલબેન રામપ્રસાદી આનંદી બેન આચાર્ય.કોકિલાબેન ભટ્ટ. સંજય ભાઈ બલદાણીયા તેમજ પ્રફુલાબેન સાગઠીયા. આંગણવાડી કાર્યકર્તા તેમજ તેડાગર સહીત ના આરોગ્ય કર્મચારીઓ વગેરે જોડાયા હતા.
 શાપર-વેરાવળ ના વિવિધ વિસ્તારો માં આરોગ્ય વિભાગ દ્વારા ખુબ સારી એવી કામગીરી બજાવી મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવેલ હતી
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1657088875733.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *