ડોન બોસ્કો હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે સંત દોમનીક સાવિયો ના તહેવારની ઉજવણી તેમજ શાળા સપથવિધિ સમારોહ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે સંસ્થામાં સેવા આપી નિવૃત થયેલા રાઠવા માલુભાઈ તેમજ ગાંગલીબેન ઉપસ્થિત રહિયા હતા. સપથવિધિ સમારોહમાં શાળામેનેજર રેવરન્ટ ફાધર જ્યોર્જ કાર્લોસ, આચાર્ય ઈશ્વર સર, સુપર વાઇઝર શૈલેષ સર. તેમજ શાળાના ઉત્સાહી શિક્ષકો એ ભાગ લીધો અને સપથ ગ્રહણ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન દશરથ સર , બકેશ સર તેમજ સુનિલ સર દ્વારા કરવામાં આવ્યુ હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


