નડિયાદ
નડિયાદ-મોડાસા રેલવે લાઇન પર હાલ ઈલેક્ટ્રીક લાઈનના થાંભલા ઉભા કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી નડીયાદથી શરૂ થઈ કઠલાલ સુધી પહોંચ્યું છે. અહીયા કેઇસી ઈન્ટરનેશનલ કંપનીને કોપરના વાયરો નાખવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. વર્ષ ૨૦૨૧ના ઓક્ટોબર માસથી ઉપરોક્ત કામ શરૂ થયું છે અને હાલ કપડવંજ તરફ કામ ચાલી રહ્યું છે. નડીયાદથી કઠલાલ વચ્ચે આ કામ પૂર્ણ થયું છે. અહીંયા નડીયાદથી કઠલાલ વચ્ચે નાખેલા કોપરના વાયરોની છાશવારે ચોરી થતી હોવાથી મેનેજરે નડિયાદ આરપીએફ તથા પોતાની કંપનીને આ સંદર્ભે જાણ કરી હતી. કંપનીએ બીએસએસ સિક્યુરિટી સર્વિસ રાજસ્થાનને કોન્ટ્રાક્ટ આપી અહીંયા દરમિયાન કોપર વાયરોની ચોરી ન થાય તે માટે સિક્યુરિટીના માણસો તેમજ આરપીએફના માણસો દરમિયાન પેટ્રોલિંગ કરે છે. આ દરમિયાન ગત ૨૨મી એપ્રિલના રોજ વીણા રેલવે ફાટક નંબર ૧૪ પાસે નાખેલા રેલવે લાઇન ઉપરથી કોપરના વાયરની ચોરી કરતા બે ઈસમોને આરપીએફ પોલીસે રંગે હાથે પકડી પાડયા હતા. જેઓનું નામ પુછતા ભરત નટુભાઈ રાઉલજી અને હિતેશ ફુલસિહ રાઉલજી (બન્ને રહે.વણસોલ, તા.ઉમરેઠ, જિ.આણંદ) હોવાનું જણાવ્યું હતું. વધુમાં પોલીસે તથા સિક્યુરિટીના માણસોએ આ બંને ઈસમો પાસેથી બે મોટરસાયકલ નંબર (જીજે ૨૩ ડીએલ ૨૪૯૯, જીજે ૦૬ ડીએન ૭૯૮૬) તથા કોપર વાળા ભુતડા જેની લંબાઈ આશરે ૫૦ મીટર કિંમત રૂપિયા ૧૩ હજાર ૪૦૦ કબજે લઇ નડિયાદ ગ્રામ્ય પોલીસને સોપેલા છે. આ બનાવ સંદર્ભે ઉપરોક્ત કંપનીના આસિસ્ટન્ટ મેનેજર કરણદિપસિંહ જીતેન્દ્રસિંહ કોહલીએ નડિયાદ રૂરલ પોલીસ મથકે ઉપરોક્ત બંને ચોરી કરવા આવેલા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.નડિયાદ-મોડાસા રેલવે ટ્રેક પર ઈલેક્ટ્રીક લાઇન નાખવાની કામગીરી પુરજાેશમાં ચાલી છે. આ વચ્ચે અહીં અવાર-નવાર કોપરના વાયરોની ચોરી થતાં ચકચાર મચી છે. ત્યારે ગતરોજ વીણા નજીકના રેલવે લાઈન પાસેથી કોપરના વાયરની ચોરી કરવા આવેલા ઉમરેઠના વણસોલના બે શખ્સોને આરપીએફ દ્વારા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જેઓને નડિયાદ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યાં છે.


