લીંમડી
લંડન ખાતે ૯થી ૨૦ ઓગસ્ટ દરમિયાન યોજાનારી કેડેટ કોમનવેલ્થ ફેન્સિંગ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. ધર્મરાજસિંહ જાડેજાએ લીંબડીની એચ.કે.ઝાલા શાળામાં અભ્યાસ સાથે ફેન્સિંગ રમવાની શરૂઆત કરી હતી. જ્યાં ઉત્ત્કૃઠ પ્રદર્શન કરી વર્ષ-૨૦૧૭માં પોલેન્ડ ખાતે યોજાયેલી ચાઈલ્ડ ઈન્ટરનેશનલ ફેન્સિંગ, ફેબ્રુઆરી-૨૨ દરમિયાન ઉઝબેકીસ્થાન ખાતે રમાયેલી એશિયન કેડેટ ફેન્સિંગ અને દુબઈ ખાતે એપ્રિલ-૨૨માં યોજાયેલી કેડેટ જૂનિયર વલ્ડ ફેન્સિંગ સ્પર્ધામાં ધર્મરાજસિંહે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતીને ભારતનું નામ રોશન કરી દેશને મેડલ અપાવશે તેવી લીંબડી દિ.રા.છાત્રાલયના ટ્રસ્ટીઓએ આશા વ્યક્ત કરી છે.લીંબડી દિગ્વીજયસિંહજી રાજપૂત છાત્રાલયનો ભૂતપૂર્વ વિદ્યાર્થી કોમનવેલ્થ ફેન્સિંગ સ્પર્ધા માટે ભારતીય ટીમમાં પસંદગી પામ્યો છે. કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં દેશનું પ્રતિનિધિત્વ કરી ૧૧૩ વર્ષનો ઈતિહાસ ધરાવતી લીંબડી દિગ્વીજયસિંહજી રાજપૂત છાત્રાલયનો ભૂતપૂર્વ છાત્ર મેડલ જીતી દેશને સન્માન અપાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કટક ખાતે ફેન્સિંગ એસોસિયેશન ઓફ ઈન્ડિયા દ્વારા કેડેટ કોમનવેલ્થ ફેન્સિંગ સ્પર્ધા માટે સિલેક્શન ટ્રાયલ યોજવામાં આવી હતી. જેમાં લીંબડી દિગ્વીજયસિંહજી રાજપૂત છાત્રાલયનો ભૂતપૂર્વ વિદ્યાર્થી, જામનગર જિલ્લાના જાખર ગામના ધર્મરાજસિંહ કિરીટસિંહ જાડેજાએ સેબર ઈવેન્ટમાં બીજાે ક્રમ મેળવી ભારતીય ટીમમાં પસંદગી મળવી હતી.


