Gujarat

પોરબંદર લઈ જવાતો ૨૦ લાખના દારૂના જથ્થા સાથે ૧ની ધરપકડ

દાહોદ
ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે પરંતુ રોજબરોજ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં મોટાપાયે દારુ પકડાય છે તો વેચાતો પણ હશે જ… અને એટલો પીવાતો પણ હશે જ…. ત્યારે ઇન્દોર અમદાવાદ હાઇવે પર કાળીતળાઇ પાસેથી આઇસરમાં પોરબંદર લઇ જવાતા ૨૦ લાખના દારૂના જથ્થા સાથે બાડમેર જિલ્લાના ચાલકને એલસીબીએ ઝડપ્યો હતો. દાહોદ એલસીબી પીઆઇ બી.ડી. શાહ બીડી શાહ તથા પોસઇ એમએફ ડામોર, પોસઇ એનએન પરમાર તથા સ્ટાફ તાલુકામાં પેટ્રોલીંગમા નિકળ્યા હતા. તે દરમિયાન ડીએલ-૦૧-જીસી-૨૩૬૭ નંબરના આઇસરમાં દારૂ ભરેલ છે. જે ટ્રક હાલ મધ્યપ્રદેશ પીટોલ પસાર કરેલ છે. જે દાહોદ થઇ પોરબંદર તરફ જનાર હોવાની બાતમી પીઆઇ બી.ડી.શાહને મળી હતી. આ બાતમી આધારે ઇન્દોર અમદાવાદ હાઇવે ઉપર કાળીતળાઇ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીમાં દર્શાવ્યા મુજબનો ટેમ્પો આવતાં તેનો રોક્યો હતો. ટેમ્પોમાં તપાસ કરતાં ઇંગ્લિશ દારૂની ૩૭૦ પેટીઓ જેમાં ૨૦,૦૨,૫૬૦ રૂપિયાની કુલ ૪૪૪૦ બોટલો મળી આવી હતી. જથ્થો તથા ૧૦ લાખનો ટેમ્પો મળી કુલ ૩૦,૦૭,૫૬૦ રૂપિયાના મુદ્દામાલ મળી આવ્યો હતો. એલસીબીએ રાજસ્થાનના બાડમેર જીલ્લાના ગુંડામાલા તાલુકાના પાદરડી ગામના ગણપતલાલ પુરખારામ બિશ્નોઇ અને દારૂનો જથ્થો દાહોદ તાલુકા પોલીસને સોંપ્યો હતો. દાહોદ તાલુકા પોલીસે ચાલક ગણપતલાલ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *