આગામી તા.૨૭-૦૭-૨૦૨૨ના રોજ યોજાનાર તાલુકા સ્વાગત કાર્યક્રમને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં દર માસે યોજાતા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લાયઝન અધિકારીશ્રીઓ તાલુકામાં ઉપસ્થિત રહેનાર છે.
આ ઉપરાંત લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ગરીબ અને વંચિત નાગરીક પોતાનો પ્રશ્ન રજુ કરી ન્યાય મેળવી શકે તે માટે નીચે જણાવેલ અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવશે.
જે મુજબ કલેક્ટર, વસો ખાતે, જિલ્લા વિકાસ અધિકારી,મહેમદાવાદ ખાતે પોલીસ અધિક્ષક, નડીઆદ ખાતે, નાયબ વન સંરક્ષક, ઠાસરા ખાતે, નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,કઠલાલ ખાતે, પ્રાંત અધિકારી,મહુધા ખાતે, જિલ્લા પુરવઠા અધિકારી, ખેડા ખાતે, નાયબ કલેક્ટર,જ.સુ. અને અપીલ, કપડવંજ ખાતે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત), માતર ખાતે અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ), ગળતેશ્વર ખાતે ઉપસ્થિત રહેશે.
ઉપરોક્ત તાલુકાઓમાં અગાઉ સબંધિત કચેરીએ પોતાની રજુઆત/ફરીયાદ કરી હોય અને નિરાકરણ આવેલ ન હોય તેવા પ્રશ્નો રજુ કરવા જાહેર જનતાને જાણ થવા વિનંતી છે.
આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, કોર્ટ મેટર, સ્ટે. (મનાઈ હુકમ), અપીલો, માહિતી અધિકાર અધિનિયમ, આકારણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી, પેન્શન,રહેમરાહે નોકરીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહી.તેમ નિવાસી અધિક કલેક્ટર, ખેડા-નડીઆદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
