Gujarat

ગાંધીધામની ઝૂંપડપટ્ટીમાંથી ૩૦ હજારના ગાંજા સાથે એકની ધરપકડ

ભુજ
ગાંધીધામ શહેર ખાતે આવેલા આઝાદ નગર કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી પૂર્વ કચ્છ એસઓજી દ્વારા બાતમીના આધારે ૪૦ વર્ષીય શોભાબેન ચમન દેવીપૂજકને માદક પદાર્થ ગાંજાના ૩૧.૩૯ કિલોગ્રામ જથ્થા સાથે ગેર પ્રવુતિ કરવા બદલ ઝડપી પાડવામાં આવી હતી. ગાંજાે આપનારા અશોક દેવીપૂજક હાજર ના મળતા બન્ને આરોપી સામે એનડીપીસી એક્ટની વિવિધ કલમો તળે બી ડિવિઝન મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે મહિલા આરોપીનો કબજાે સ્વીકારી આગળની તપાસ હાથ ધરી છે. એસઓજી પોલીસે ૩૧.૩૯ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી હતી. એસઓજીની કાર્યવાહીમાં ઝડપાયેલી મહિલા પાસેથી ઇલેક્ટ્રિક વજન કાંટો અને પ્લાસ્ટિકની પારદર્શી કોથળીઓ સાથે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. કુલ રૂ. ૩૪,૩૯૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. એસઓજી પીઆઇ એસ.એસ.દેસાઈ, પીએસઆઇ જી.કે. વઠુંનિયા અને સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. પંચરંગી વસ્તી ધરાવતા ગાંધીધામ વિસ્તારમાં ઔધોગિક એકમોને લઈ કામદારોની વિશેષ હાજરી રહે છે જેમનામાં નશાનું પ્રમાણ વિશેષ જાેવા મળતું આવ્યું છે. જેનો પુરાવો આપતો કેશ ગઈકાલે શહેરના શ્રમ એરિયામાં એક મહિલા દ્વારા થઈ રહેલા માદક પધાર્થના વેંચાણથી ફલિત થાય છે. સામાજિક અને સ્વૈચ્છીક સંસ્થાઓએ આ પ્રકારના વિસ્તારોમાં નશામુક્ત અભિયાન ચલાવી શ્રમજીવી વર્ગને પાયમાલ થતા અટકાવવાની તાતી જરૂર હોવાનો મત સુજ્ઞ નાગરિકોએ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *