ગાંધીનગર
અષાઢી બીજના દિવસે નિકળનારી રથયાત્રા આ વખતે સૌ પ્રથમવાર ગાંધીનગરના રાયસણ, રાંદેસણ, ભાઈજીપુરા તથા કુડાસણ સહિતના વિસ્તારની નવી વિકસિત સોસાયટી વિસ્તારને આવરી લઇને નિકળશે રાયસણના પંચેશ્વર મંદિર દ્વારા આ ભવ્ય અને વિશાળ રથયાત્રાનું આયોજન કરાયુ છે જેમાં જાેડાવા નાગરિકોને જાહેર આમંત્રણ પાઠવ્યું છે. આ વિસ્તારમાં સૌ પ્રથમવાર નીકળનારી ભગવાન જગન્નાથ જીની રથયાત્રા માટે લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી પ્રવર્તી રહી છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા જી અને ભાઇ બલરામજી સાથે બગી ગાડીમાં આરુઢ થઇને અષાઢી બીજના દિવસે પંચદેવ મંદિરથી બપોરે ૩ વાગે નગર ચર્યાએ નીકળશે.રથયાત્રા માં પંચદેમ મંદિર , રાયસણ, રાંદેસણ, ભાઇજીપુરા અને આ વિસ્તારની જુદી જુદી સોસાયટીની ભજન મંડળીઓ, ઉંટલારી, ટ્રેક્ટર વગેરે જાેડાશે. યુવાવર્ગ યોગ અને શારીરિક કસરતોનું નિદર્શન કરશે. આ રથયાત્રા નગરચર્યા કરી સાંજે ૭ વાગે પંચેશ્વર નિજ મંદિરે પરત ફરશે.
