Gujarat

ગાંધીનગરના માથાભારે ઈસ્મનું પત્નીએ જ ગળુ કાપી હત્યા કરી

ગાંધીનગર
ગાંધીનગરમાં વર્ષો અગાઉ સલીમ દેવજી ડબલ મર્ડર પ્રકરણના આરોપી જશું પટેલની કુડાસણ જતા રોડ પર કરપીણ હત્યા કરવાના ગુનામાં અમદાવાદનાં ર્મિજાપુરના કુખ્યાત ગેંગસ્ટર ઈસ્માઈલ ઉર્ફે બસ્તી અબ્દુલ ગફૂર ખીલજી (પઠાણ)ની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમાં જશું પટેલે સલીમ અને દેવજીને જીવતા ભુંજી નાખી હત્યા કરી દીધી હતી. બાદમાં બસ્તીખાને સોપારી લઈને જશું પટેલનું ઢીમ ઢાળી દેતા ગાંધીનગરમાં ચકચાર મચી જવા પામી હતી. ગાંધીનગરમાં બે જુથો વચ્ચે શરૂ થયેલી ગેંગવોરના કારણે શહેરમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જાેકે, જશુ પટેલે સલીમ દેવજી નામના બંને મિત્રોને જીવતા ભુંજી નાંખી હાહાકાર મચાવી દેવાયો હતો. સમય જતાં જશું પટેલનું નામ ડોન તરીકે ગુંજવા લાગ્યું હતું. ત્યારે સલીમ દેવજી હત્યાકાંડના બાદ જશું પટેલનું વર્ચસ્વ વધતા તેના ભાઈઓ પણ લાઈટમાં આવી ગયા હતા. બાદમાં બસ્તી ખાન પઠાણે જશું પટેલની કુડાસણમાં કરપીણ હત્યા કરી દેતાં ગાંધીનગરમાં આતંકનાં ભયનો અંત આવી ગયો હતો. ત્યારે ઘનશ્યામ પટેલની પત્નીએ ગળુ કાપી પતિની હત્યા કરી નાખી છે. થોડા દિવસ પહેલા જ પત્ની પિયરથી પરત ફરથી હતી. આજે કોઇ કારણસર ઝગડો થતાં પત્નીએ છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. હાલમાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચીને તપાસ કરી રહી છે.ગાંધીનગરમાં વર્ષો અગાઉ સલીમ અને દેવજી નામના બે મિત્રોની કોલવડાનાં નામચીન જશુ પટેલે કરપીણ હત્યા કરી હતી. ત્યારબાદ મિર્ઝાપુરનાં બસ્તી ખાન પઠાણે સોપારી લઈને જશું પટેલનું કુડાસણમાં મર્ડર કર્યું હતું. ત્યારે જશું પટેલના નાના ભાઈ ઘનશ્યામ પટેલની પત્નીએ ગળુ કાપી પતિની હત્યા કરી નાખી છે. થોડા દિવસ પહેલા જ પત્ની પિયરથી પરત ફરથી હતી. કોઇ કારણસર ઝગડો થતાં પત્નીએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *