Gujarat

જીટીયુ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

અમદાવાદ
જીટીયુ દ્વારા આગામી તારીખ ૨૬ જૂનને રવિવારના રોજ ચાંદખેડા કેમ્પસ ખાતે “નિશ્ચિત ધ્યેય – સચોટ માર્ગદર્શન” વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, રૂચી આધારીત વિષયોમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે, તે અર્થે જીટીયુનો આ પ્રયાસ કારગત નિવડશે. એન્જિનિયરીંગ , ફાર્મસી , બાયોટેક્નોલોજી , મેનેજમેન્ટ , આર્કિટેક્ચર જેવી વિવિધ શાખાના શ્રેષ્ઠ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સેમીનારમાં ભાગ લેવા માટે રંંॅઃ//હ્વૈં.ઙ્મઅ/૩સ્ઠૐડૐઇ લિંક પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે.ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિવિધ વિષયોને સાંકળીને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય અને ઉચ્ચ અભ્યાસની વિવિધ શાખાઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ યોગ્ય વિદ્યાશાખામાં અભ્યાસ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *