Gujarat

ગાંધીનગરમાં જમીન પચાવીનાર ભૂમાફિયાઓના સીસીટીવી બહાર આવ્યા

ગાંધીનગર
ગાંધીનગરમાં આસમાને પહોંચેલા જમીનના ભાવોના કારણે ભૂમાફિયા નિતનવા પેતરા અજમાવીને ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન ખોટા દસ્તાવેજાે બનાવીને પચાવી પાડવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ગાંધીનગરના મેદરા, ગલૂદણ અને કરાઈની ખેડૂતોની જમીન ખોટા પાવર એટર્નીના આધારે હડપ કરી લેવાનું મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટર કચેરી પહોંચીને સબ રજીસ્ટ્રાર દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યા હોવાના ખુલ્લા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ભારે હોબાળો ખેડૂતોએ મચાવતા સબ રજીસ્ટ્રાર ડી.આર ત્રિવેદીએ લેખિતમાં પોતાની ભૂલ સ્વીકારી દસ્તાવેજ સમયે ખેડૂત ખાતેદારો હયાત હોવાનું પાવર ઓફ એટર્ની હોલ્ડરનું સોગંદનામું લીધું નહીં હોવાનું સ્વીકારી માફી પણ માંગી હતી. ભૂમાફિયા દ્વારા વિધવા સહાયના અને આધારકાર્ડ માટે સહિ કરવાનું કહીંને ઉક્ત ત્રણ ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો આયોજનપૂર્વક કારસો રચવામાં આવ્યો હતો. જમીનમાં મૈયત થયેલ વ્યક્તિનું નામ કમી કરવા નોટરીનાં ચોપડામાં સોગંદનામું કરવામાં આવ્યું હતું. જે સોગંદનામા કરેલી સહી મત્તા ફોટા વાળા પાનાનો ઉપયોગ કરીને લાલસિંહ રાઠોડ દ્વારા બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને પોતાના નામે જ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ ૯૨૨૫ અને બાનાખતનો કરાર રજીસ્ટર ૯૨૩૦/૨૦૨૨થી કરી દેવામાં આવ્યો છે. જે બાબતે લેન્ડ ગ્રેબીંગ અને ફોજદારી કાર્યવાહી પણ કરી છે. જેના પગલે બે અધિકારીઓની ટીમ દ્વારા આ કેસની તપાસ પણ કરવામાં આવી રહી છે અને બન્ને પક્ષને સાંભવવા માટે આગામી તા.૨૯મીએ હિયરીંગ પણ રાખવામાં આવ્યું છે. પ્રથમ દ્રષ્ટીએ ખેડૂત અરજદારોની આ રજૂઆત સાચી છે તેમ સ્વીકારી કલેક્ટરે તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. રજીસ્ટ્રાર કચેરીના સંબંધિત અધિકારી દ્વારા નિયમ મુજબના સવાલ જવાબ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ ભૂમાફિયાઓ પાસે દસ્તાવેજ સમયે ખેડૂત ખાતેદારો હયાત હોવાનું પાવર ઓફ એટર્ની હોલ્ડરનું સોગંદનામું લેવામાં નહીં આવી ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જ શંકાસ્પદ જણાઈ આવે છે. જાેકે, સમગ્ર કારસાની સાચી હકીકત કલેક્ટરની તપાસ પછી જ બહાર આવશે. અમોએ સર્વે નંબર ૩૮૦ વાળી જમીન પૈકી સાડા પાંચ વીઘા હિસ્સો વેચાણ અર્થે મૂક્યો હતો. જે અંગે વારસાઈ પણ કરાવ્યું હતું. જેમાં મૈયત દાદાનું નામ હતું. અને બીજા બે નામ પણ વારસાઈમાં ચડી ગયા હતા. આ માટે સોગંદનામું બનાવ્યું હતું. આ સોગંદનામા માટે આધાર કાર્ડ સહિતના દસ્તાવેજાે આપવામાં આવેલા હતા.પરંતુ દશરથ રાજગોર, વીતેશ સોની, લાલજી રામસિંગ રાઠોડ, કુલદીપ, નિલેશ તેમજ પંકજ પાટીલ નામના લોકોએ સોગંદનામામાં કરેલ સહી મત્તા ફોટા વાળા પાનાનો ઉપયોગ કરીને તમામે ભેગા મળી સબ રજીસ્ટ્રાર કચેરીએ જઈને બોગસ પાવર ઓફ એટર્ની બનાવી રજીસ્ટર વેચાણ દસ્તાવેજ – બાનાખત કરાવી લીધું છે. જે મામલે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ પણ ફરિયાદ કરેલી છે.ગાંધીનગરના મેદરા ગામની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા ખોટા પાવર ઓફ એટર્ની સબ રજીસ્ટ્રાર દ્વારા ગંભીર બેદરકારી દાખવીને કરી દેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે રજીસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ કરતી વેળાએ ભૂમાફિયાઓ સંબંધિત અધિકારી સામે ઊભા રહ્યા હોવા છતાં કોઈ કારણોસર જરૂરી દસ્તાવેજી પુરાવા ચકાસવામાં આવ્યા ન હતા. આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલાં ઈસમોનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે.

CCTV-The-CCTV-of-the-land-mafia-involved-in-the-scam-came-out.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *