Gujarat

ગાંધીનગરમાં ધોળાકુવાનાં લિસ્ટેડ બુટલેગરનાં ઘરે દરોડો, ૨૭ હજારનો દારૂ જપ્ત

ગાંધીનગર
ગાંધીનગરમાં વર્ષ દરમ્યાન બેફામ વિદેશી દારૂનો વેપલો ચલાવતા ધોળાકુવાનાં લિસ્ટેડ બુટલેગર મૂકેશ ઠાકોરનાં ઘરે ૨૦૨૨નાં અંતમાં લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડીને ૨૭ હજાર ૩૧૫ ની કિંમતની અલગ બ્રાન્ડની દારૂની બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રીઢો બુટલેગર પર અનેક પ્રોહીબીશનનાં ગુના દાખલ થયાં છતાં બેફામ રીતે વિદેશી દારૃનું નેટવર્ક ચલાવતો રહેતો હોય છે. ગાંધીનગરમાં ચાલતી વિદેશી દારૃનાં વેચાણની પ્રવૃતિઓ અટકાવવા માટે પોલીસ રાતદિવસ દોડધામ કરતી રહેતી હોય છે. ઉપરાંત લિસ્ટેડ બુટલેગરોની હિલચાલ પર પણ નજર રાખતી રહે છે. જાે કે ધોળા કુવામાં ઠાકોર વાસમાં રહેતો લિસ્ટેડ બુટલેગર મૂકેશ ગણેશજી ઠાકોર આખા વર્ષ દરમ્યાન વિદેશી દારૂનો બેફામ રીતે વેપલો ચલાવતો આવ્યો છે. છતાં પોલીસને રીઢા બુટલેગરની ગેરકાયદેસર પ્રવૃતિઓની ગંધ સુદ્ધા આવી ન હતી. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી.બી. વાળાની ટીમને વર્ષ – ૨૦૨૨ નાં અંતમાં બાતમી મળી હતી કે, લિસ્ટેડ બુટલેગર મૂકેશ ઠાકોર ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખીને વેપાર કરી રહ્યો છે. જેનાં પગલે એલસીબીની ટીમે ચાર રૂમ કિચન વાળા મૂકેશના ઘરમાં રેડ કરવામાં આવી હતી. જાે કે કોઈ રીતે પોલીસ રેડની ગંધ આવી જતાં રીઢો બુટલેગર મૂકેશ રફુચક્કર થઈ ગયો હતો. બાદમાં પોલીસે રેડની કાર્યવાહી શરૂ કરી એક રૂમમાંથી ૨૭ હજાર ૩૧૫ ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૩૧ બોટલો શોધી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે રીઢો બુટલેગર મૂકેશ ઠાકોર ઘણાં સમયથી વિદેશી દારૃનું નેટવર્ક ચલાવતો આવ્યો છે. ભૂતકાળમાં પોલીસે પણ ઘણીવાર તેનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. અને તેને લિસ્ટેડ બુટલેગરની યાદીમાં પણ મૂકવામાં આવ્યો છે. છતાં રીઢો બની ગયેલો મૂકેશ કાયદાનો ડર રાખ્યા વિના દારૂનો કારોબાર ચલાવતો રહેતો હોય છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *