છોટાઉદેપુર જિલ્લા નાં પાણીબાર ગામ નાં યુવાનો દ્વારા એક રચનાત્મક પ્રવૃત્તિઓ માટે ચલાવવામાં આવતું એક ગ્રુપ કે જે ગામ માટે રચનાત્મક અને સકારાત્મક કાર્યો થકી ગામ માં જાગૃતતા લાવવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
હોળી એ અહિં નાં આદિવાસી ઓ માટે ખુબ મહત્વ ધરાવતો તહેવાર ગણાય છે, હોળી માં લોકો ગમ્મે તે જગ્યાએ નોકરી ધંધાર્થે બહાર વસેલા લોકો માદરે વતન પરત ફરતા હોય છે, પાણીબાર ગામ નો ચુલનો મેળો આ વિસ્તારમાં ભરાતા મેળામાં કે કવાંટ ખાતે ભરાતા ગેરના મેળા પછી નાં સૌથી મોટા મેળા તરીકે ગણવામાં આવે છે.
પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર ના સક્રીય સદસ્ય વાલસિંહ ભાઇ રાઠવા જણાવે છે કે અમે છેલ્લા ૬ વર્ષ થી પાણીબાર ગામ નાં નોકરી ધંધાર્થે બહાર રહેતા મિત્રો તથા ગામ નાં જાગૃત યુવાનો નાં સહયોગ થી આ ગ્રુપ ની શરૂઆત કરી હતી, જેના દ્વારા અમે ગામ લોકો ને તથા ગામ માં અભ્યાસ કરતા સ્કુલ ના બાળકો થી લઈને ઉચ્ચ અભ્યાસ કરી રહેલા ગામ નાં યુવાનો માટે જરૂરી મદદ તથા માર્ગદર્શન આપીને ગામ માટે શક્ય બને તે પ્રમાણે મદદરૂપ થવા નો પ્રયાસ કરીએ છીએ.
તે ઉપરાંત ગામમાં શિક્ષણ ની સાથે સામાજિક સમરસતા જાળવવાની તેમજ સમાજ ની ઓળખ.સમાન મુળ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા ઓ જાળવણી બાબતે પણ જાગૃતિ લાવવા નો પ્રયાસ કરીએ છીએ, ગામ નાં રક્ષક સમાન ગામ નાં આગેવાનો ગામ નાં વડીલોનું પણ માન સન્માન જળવાય રહે તે માટે ગામ પટેલ -પુજારા ડાહ્યા તથા ગામ કોટવાળ ને હોળી પર્વ પૂર્વે પરંપરાગત અમારા આદિવાસી પહેરવેશ આપીને વર્ષે દહાડે સન્માનિત કરીએ છીએ.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


