Gujarat

ગીરગઢડા સીમ વાડી વિસ્તારમાં ૧૬ વર્ષની દીપડીનો મૃતદેહ મળી આવ્યો…

ઊના – ગીરગઢડા સીમ વાડી વિસ્તારમાં ૧૬ થી ૧૯ વર્ષની વૃધ્ધ દીપડીનો મૃતદેહ વાડી માંથી મળી આવતા આ અંગેની જાણ વનવિભાગને કરતા ઘટના સ્થળ દોડી ગયેલ અને દીપડીનો મૃતદેહનો કબ્જો લઇ જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પીએમ માટે ખસેડાયેલ છે..

ગીરગઢડા ઉમેદપરા રોડ પર આવેલી સીમ વાડી વિસ્તારમાં ખેતી ધરાવતા કાળુભાઇ બચુભાઇ માંડળવાની વાડીમાંથી દીપડી મૃત હાલતમાં જોવા મળતા વાડી માલીકે તાત્કાલીક વનવિભાગને જાણ કરતા વનવિભાગનો  સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયેલો અને દીપડીનો મૃતદેહ જોતા અંદાજે ૧6 થી ૧૯ વર્ષની વૃધ્ધ હોય બિમારીના કારણે મોત નિપજ્યુ હોવાનું અનુમાન વનવિભાગે કરેલ અને દીપડીના મૃતદેહનો કબ્જો લઇ જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે પીએમ માટે ખસેડાયેલ.

બો્ક્ષ્ – જરગલી ગામે સિંહે વાછડાનું મારણ કર્યુ…

ગીરગઢડાના જરગલી ગામે અવાર નવાર સિંહ આવી ચઢતા હોવાથી ગામજનોમાં ભયનો માહોલ ફેલાયેલ છે. ત્યારે ગત રાત્રીના ફરી સિંહ ગામના ચોરા નજીક બસ સ્ટેશન પાસે રહેતા રસીકભાઇ હરીભાઇના ઘર પાસે સિંહે વાછડાનું મારણ કરી મારણની મિજબાની માણી હતી. આમ છેલ્લા અઠવાડીયાથી ગામમાં સિંહ ઘુસી જતા હોવાથી લોકોમાં ફફડાટ મચી ગયેલ હતો.

ગીરગઢડાના-સીમ-વાડી-વિસ્તારમાં-૧૫-વર્ષની-દીપડીનો-મૃતદેહ-મળ્યો-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *