Gujarat

ગીર સોમનાથ જિલ્લાની તમામ અદાલતોમાં તા. ૨૬મી જૂને નેશનલ લોક અદાલત યોજાશે લોક અદાલતમાં પોતાના કેસ રજૂ કરવા માંગતા પક્ષકારોએ કાનુની સેવા સમિતીનો સંપર્ક કરવો

     ગિરગઢડા તા
     ભરત ગંગદેવ  .
  રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જીલ્લાના કાનુની સેવા સત્તા મંડળના ઉપક્રમે જિલ્લા અદાલત ગીર સોમનાથ તેમજ તાબા હેઠળની તમામ કોર્ટોમાં આગામી તા. ૨૬/૦૬/૨૦૨૨ ના રોજ નેશનલ લોક અદાલત યોજાશે.
            નેશનલ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત તકરારો સિવાયના અકસ્માતને લગતા કેસો, ફોજદારી સમાધાન, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના કેસો, લગ્ન સંબંધી ફેસેલી કેસો, મહેસૂલના કેસો, ભરણ પોષણના કેસો, એલ.આર.સી., હિન્દુ લગ્ન ધારો, મુસ્લિમ લગ્નધારો, ભાડાના કેસો, બેન્કને લગત કેસો, વિજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો સમાધાન માટે મુકી શકાશે. જે પક્ષકારો કેસ મુકવા માંગતા હોય તેઓએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ડિસ્ટ્રીકટ કોર્ટ, વેરાવળ અથવા ગીર સોમનાથ જિલ્લાની તાલુકા કોર્ટોમાં આવેલ તાલુકાના કાનુની સેવા સમિતીનો સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર સોમનાથના અધ્યક્ષ  પી.જી.ગોકાણી તથા સેક્રેટરી  કે.જી.પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *