Gujarat

ગીર-સોમનાથ જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક ભરતી મેળો તા. ૬ મે નાં રોજ વેરાવળ ખાતે યોજાશે

 ગિરગઢડા
  ભરત ગંગદેવ..
 જિલ્લા રોજગાર કચેરી ગીર સોમનાથ દ્વારા તા.૦૬-૦૫-૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શ્રીમતી સી.પી ચોકસી કોલેજ, રાજેન્દ્ર ભુવન રોડ વેરાવળ ખાતે જિલ્લા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળામાં ગુજરાત રાજયની ખાનગી ક્ષેત્રની વિવિધ કંપનીઓ હાજર રહી ધો.૮ થી ૧૦ પાસ, ૧૮ વર્ષથી ૩૦ વર્ષની ઉમર ધરાવતા, ધો. ૧૨ પાસથી ગ્રેજ્યુએટ ૨૦ થી ૩૫ વર્ષની ઉમર ધરાવતા, આઈ.ટી.આઈ અને ડિપ્લોમા પાસ, ૧૮ થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતા તેમજ ૪૦ ટકા કે તેથી ઓછી દિવ્યાંગતા ધરાવતા, અથવા મૂક-બધીર દિવ્યાંગ રોજગાર વાંચ્છુ કે જેઓ ૧૮ થી ૨૮ વર્ષ, અને ધો. ૧૦ અને ધો. ૧૨ પાસ ઉમેદવારો હાજર રહી શકશે. લાયકાતમાં આવતા રોજગારવાંચ્છુ ભાઈઓ – બહેનો સ્વખર્ચે તા.૦૬/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શ્રીમતી સી.પી ચોક્સી કોલેજ, રાજેન્દ્ર ભુવન રોડ વેરાવળ ખાતે તમામ લાયકાતના દસ્તાવેજો સાથે હાજર રહેવાનુ રહશે, તેમ ઇન્ચાર્જ રોજગાર અધિકારી  વસોયાની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *