ગિરગઢડા
ભરત ગંગદેવ..
ઉના તારીખ:- ૨૯/૦૪/૨૦૨૨ ને શુક્રવાર
ઉના તાલુકાની સૈયદ રાજપરા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ૧૩૬ વિદ્યાર્થીઓ ને વિદાય અપાઈ હતી. સાથો સાથ તારીખ:- ૩૧/૦૫/૨૦૨૨ ને મંગળવાર નાં રોજ વય નિવૃત્ત થનાર શ્રી પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ભીખુભાઈ લક્ષ્મણભાઈ પરમાર ,તેમજ સ્વૈચ્છિક રીતે અમારી શાળા માંથી ઊંટવાળા પ્રાથમિક શાળામાં બદલી કરાવનાર શ્રીમતી ચૌધરી સુમાબેન રૂપજીભાઈ અને પટેલ તરૂલતાબેન ઇરછુભાઈ તેમજ ભાવનગર જીલ્લા ની જેસર તાલુકાની શાંતિનગર પ્રાથમિક શાળામાં અરસ-પરસ બદલી થી જનાર બારૈયા વિપુલભાઈ જગજીવનભાઇ નાં પણ વિદાય સમારંભ રાખી વિદાય આપવામાં આવેલ છે.
સૈયદ રાજપરા પ્રાથમિક શાળા ને આ તકે શ્રી પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ભીખુભાઈ લક્ષ્મણભાઈ પરમાર તરફ થી ૧૧,૦૦૦/- રૂપિયા અને શ્રી મતી ચૌધરી સુમાબેન રૂપજીભાઈ અને પટેલ તરૂલતાબેન ઇરછુભાઈ તરફ થી ૧૫,૦૦૦/- રૂપિયા ભેટ સ્વરૂપે શાળાનાં વિકાસ અર્થે રોકડ રકમ આપવામાં આવેલી છે.
આ વિદાય સમારોહ નાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા. અને વિદાય ને યાદગાર બનાવેલ છે.


