Gujarat

ગીર સોમનાથ જીલ્લા મા તરબૂચ  નુ ઉત્પાદન  કરતા ખેડૂતો  …..  

  ગિરગઢડા
   ભરત ગંગદેવ…
વાવડી આદ્રી ગામના ખેડૂત છેલ્લા 17 વર્ષ થી કરે છે તરબૂચની ખેતી.
તરબૂચમા ઘણા ગુણો પણ હોવાનુ ડોકટરો નુ માનવુ છે .
ભરપુર માત્રામાં પાણી ની ઉણપ ઓછુ કરતુ ઉનાળા નુ અમૃત કહેવાય છે  તરબૂચ  ….
     ગીર સોમનાથ જીલ્લા મા  વડા મથક વેરાવળ પંથકમાં  તરબૂચ  ની ખેતી અને ઉત્પાદન  કરનારા ખેડૂતો ઘણા છે .અને જીલ્લામા તરબૂચનુ વાવેતર સાથે વેચાણ પણ ખૂબજ સારા ભાવો સાથે વધ્યુ છે .  ગીર સોમનાથ મા આમતો તરબૂચના ખેડૂતો ઘણા છે પરંતુ આપણે આજે આપણે ગીર સોમનાથ ના વેરાવળ તાલુકાના વાવડી ગામના ખેડૂત દેવશી સોલંકીની  મુલાકાત લીધેલ છે . જેઓ છેલ્લા 17 વર્ષ થી તરબૂચની ખેતી કરે છે અને તરબૂચમા પણ અનેક જાતો આવે છે .તરબૂચના ખેતી માટે એક વીઘા મા 10,000 જેટલો ખર્ચ આવે છે જેમની સામે સવા થી દોઢ લાખ સુધીના ભાવો મળે છે અને દશથી બાર ટન જેટલુ વાવેતર થાય છે .  .મીઠુ મધ જેવુ તરબૂચ મા અનેક ગુણો અને વિટામીન છે વળી પાણીનુ પ્રમાણ પુષ્કળ પ્રમાણ મા હોવાથી હાલ કાળજાળ ગરમીમા અમૃત જેવુ કામ કરે છે .તરબૂચનુ વાવેતર કયાઁને 15 દિવસમા જ ફલાવરિંગ થઈ જાય છે અને 25 દિવસમા ઉત્પાદન થઈ જાય છે જેની હાલ ખૂબજ માંગ અને ભાવો પણ સારા મળી રહ્યા છે.જેથી ખેડૂતોમા ખૂબજ આનંદ જોવા મળી રહ્યો છે .અમારી ટીમ ખેડૂતો ના ખેતર સુધી ગામડાઓ ખુંદીને પહોચી છે . ઉનાળાનુ  અમૃત ગણાતુ તરબૂચ  નુ ઉત્પાદન  ખૂબજ છે અને માંગ પણ સારી જોવા મળી છે .

IMG_20220322_192842.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *