Gujarat

ગુજરાત એટીએસે દાઉદના ૪ સાગરીતને અમદાવાદથી ઝડપી પાડ્યા

અમદાવાદ
૧૯૯૩ના સિરિયલ બ્લાસ્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં તેમજ લોજિસ્ટિક સપોર્ટ કરવા માટે મદદ કરી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, તેઓ હજી પણ દાઉદ ગેંગના સંપર્કમાં હોય એવું માનવામાં આવે છે, જેના આધારે હવે ડી કંપનીના વધુ કનેક્શન બહાર આવી શકે. તેઓ શા માટે અમદાવાદ આવી રહ્યા હતા, જાે તેમના અમદાવાદમાં કનેક્શન હોય તો ગુજરાત પોલીસ માટે ખૂબ મોટી સફળતા સાબિત થશે. આરોપીઓની પૂછપરછ હવે સેન્ટ્રલ એજન્સી દ્વારા કરવામાં આવશે. પ્રથમ વિસ્ફોટઃ મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં બપોરે ૧-૩૦ કલાકે – બીજાે વિસ્ફોટઃ નરસી નાથ સ્ટ્રીમાં બપોરે ૨-૧૫ કલાકે – ત્રીજાે વિસ્ફોટઃ શિવસેના ભવનમાં બપોરે ૨-૩૦ કલાકે – ચોથો વિસ્ફોટઃ એર ઈન્ડિયા બિલ્ડિંગમાં બપોરે ૨-૩૩ કલાકે – પાંચમો વિસ્ફોટઃ સેન્ચુરી બજારમાં બપોરે ૨-૪૫ કલાકે – છઠ્ઠો વિસ્ફોટઃ માહિમમાં બપોરે ૨-૪૫ કલાકે – સાતમો વિસ્ફોટઃ ઝવેરી બજાર બપોરે ૩-૦૫ કલાકે – આઠમો વિસ્ફોટઃ સી રોક હોટલ બપોરે ૩-૧૦ કલાકે – નવમો વિસ્ફોટઃ પ્લાઝા સિનેમા બપોરે ૩-૧૩ કલાકે – દસમો વિસ્ફોટઃ જુહુ સેન્ટૂર હોટલમાં બપોરે ૩-૩૦ કલાકે – અગિયારમો વિસ્ફોટઃ સહારા એરપોર્ટ બપોરે ૩-૩૦ કલાકે – બારમો વિસ્ફોટઃ સેન્ટૂર હોટલ, એરપોર્ટ બપોરે ૩-૪૦ કલાકેગુજરાત એટીએસ દ્વારા ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ કેસ મામલે દાઉદ ગેંગના ચાર સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. અબુ બકર, યુસુફ ભટકા, શોએબ બાબા, ડી.સૈયદ કુરેશીને અમદાવાદમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. અબુ બકર, યુસુફ ભટકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીએ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે પોતાનાં ઠેકાણાં બદલી નાખ્યા હતા. તેના પાસપોર્ટમાં લખેલી તમામ માહિતી ફેક નીકળી છે. તપાસમાં સામે આવ્યા મુજબ, આ ચારેય શખસ ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ કેસના આરોપી છે. આ ચારેય આરોપી બોગસ પાસપોર્ટ બનાવીને એક દેશથી બીજા દેશમાં ફરતા હતા. થોડા સમય પહેલાં દુબઈમાં પણ હોવાનું જાણવા મળ્યું છે. જાેકે તેઓ બોગસ પાસપોર્ટના આધારે અમદાવાદ એરપોર્ટ નજીક આવતા એટીએસના હાથે ઝડપાયા છે.

Dawoods-4-Sagarit-was-picked-up-from-Ahmedabad.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *