Gujarat

ગુજરાત ભાજપે કાર્યાલયમાં સંત રવિદાસનો કાર્યક્રમ રાખ્યો

અમદાવાદ
ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાનાર સંત શિરોમણી ગુરૂ રવિદાસની જન્મ જયંતિ નિમિત્તેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહેશે. તેમની સાથે પક્ષના હોદ્દેદારો, મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહીને સંત રવિદાસને પુષ્પાંજલિ અર્પણ કરશે. પીએમ મોદીએ રવિદાસ મંદિરમાં ભક્તો સાથે ભજનમાં ભાગ લીધો હતો, સાથે કરતાલ પણ વગાડ્યું હતું.પીએમ મોદીએ ટ્‌વીટ કર્યું, બુધવારે મહાન સંત ગુરુ રવિદાસ જીની જન્મજયંતી છે. તેમણે સમાજમાંથી જાતિવાદ અને અસ્પૃશ્યતા જેવાં દૂષણોને દૂર કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેઓ આજે પણ આપણા બધાને પ્રેરણા આપે છે.આ દરમિયાન ભક્તો ભજન ગાઈ રહ્યા હતા, મોદી પણ તેમની સાથે જાેડાયા હતા. વડાપ્રધાને ભક્તોની વચ્ચે બેસીને કરતાલ વગાડ્યું હતું. ઉત્તરપ્રદેશમાં પણ રવિદાસ જયંતીના અવસર પર ઘણા મોટા નેતાઓ તેમના જન્મસ્થળ પર પહોંચી રહ્યા છે. સંત રવિદાસ ૧૫મીથી ૧૬મી સદી દરમિયાન ભક્તિ આંદોલન સાથે સંકળાયેલા હતા અને તેમના ભજન ગુરુ ગ્રંથ સાહિબમાં સામેલ છે. તેમને ૨૧મી સદીના રવિદાસીય ધર્મના સ્થાપક માનવામાં આવે છે. રવિદાસ જયંતી માઘ પૂર્ણિમાના રોજ ઊજવવામાં આવે છે, જે હિન્દુ કેલેન્ડર અનુસાર માઘ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિદાસ જયંતી નિમિત્તે દિલ્હીના કરોલ બાગમાં રવિદાસ મંદિર પહોંચ્યા હતા. રવિદાસ મંદિરમાં દર્શન કર્યાં બાદ પીએમ મોદીએ ઉપસ્થિત મહિલાઓ સાથે કીર્તનમાં ભાગ લીધો હતો અને તેમણે કરતાલ પણ વગાડ્યું હતું. ત્યારે આજે સંત શિરોમણી ગુરૂ રવિદાસની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા સૌપ્રથમ વખત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. હાલમાં પંજાબમાં ચૂંટણીનો પ્રચાર પુરજાેશમાં ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ભાજપ દ્વારા સંત શિરોમણી ગુરૂ રવિદાસની જન્મ જયંતિનો કાર્યક્રમ યોજતાં અનેક તર્ક વિતર્કો સર્જાયાં છે.

PM-Modi-arrives-at-Sant-Ravidas-Temple.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *