Gujarat

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઇ એફ.આઇ.આર. સંબંધે કવાંટ પોલીસ સ્ટેશનમાં ઇ-એફ.આઇ આર નોંધાયેલ મોટર સાયકલ ચોરીના ગુનાનો છોટાઉદેપુર જિલ્લામાં સૌપ્રથમ ભેદ ઉકેલી કાઢી ચોરીમાં ગયેલા મો.સા. તથા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ કે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ ઇ-એફ.આઇ.આર. થકી મોટર સાયકલ ચોરી તથા મોબાઇલ ચોરીના ગુનાઓની ઓનલાઇન અરજીઓ લેવામાં આવે છે જે સંબંધે ઝડપી તપાસ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સમજ કરેલ જે સંબંધે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને જરૂરી સુચના આપી ઇ એફ.આઇ.આર. થકી નોંધાયેલ ગુનાઓમાં અસરકારક કામગીરી કરવા જણાવેલ જેથી  એચ.એચ.રાઉલજી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે કવાંટ પો.સ્ટે. ખાતે ઇ-એફ.આઇ.આર થકી નોંધાયેલ અને ચોરીમાં ગયેલ મોટર સાયકલ લઇને એક ઇસમ એમ.પી. તરફથી કનલવા થઇ પાનવડ ગામ તરફ આવી રહેલ છે. જે હકીકત આધારે એચ.એચ.રાઉલજી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો પાનવડ કનલવા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરતા બાતમી મુજબની મો.સા. આવતા મો.સા. તથા તેના ચાલકને પકડી પાડી ખાત્રી તપાસ કરતા સદર કવાંટ પોલીસ સ્ટેશન એ, પાર્ટ ગુર,નં ૧૧૧૮૪૦૦૬૨૨૦૬૦૭ ૨૦૨૨ ઇ.પી.કો. ૩૭૯ મુજબ મો.સા. ચોરીનો ગુનો નોંધાયેલ છે જેથી મોટર સાયકલની કિ.રૂ.૩૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી  પકડાયેલ ઇસમને સી.આર.પી.સી. ૪૧ (૧) ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી પાનવડ પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220728-WA0103.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *