Gujarat

ચક્ષુદાન-મહાદાન

માંગરોળમાં દશા શ્રીમાળી વણિક જ્ઞાતિના ગાંધી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
માંગરોળમાં જયદિપ નગર જેલ રોડ વિસ્તારમાં રહેતા સ્વ.વનિતાબેન હરકીશનદાસ ગાંધી(ઉ.વર્ષ.94),કે જેઓ હરેશભાઈ હરકિશનદાસ ગાંધીના માતૃશ્રી થાય છે. જેમનું તા.૧૨-૦૫-૨૦૨૨ ને ગુરુવાર,વૈશાખ સુદ એકાદશીના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
આથી માંગરોળની સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ તેમજ સેવાયજ્ઞમાં પોતાનુ અમુલ્ય યોગદાન આપનાર અને ચક્ષુદાન પ્રવૃતિમાં શિવમ્ ચક્ષુદાન આરેણા સાથે હરહંમેશ સાથ આપનાર પંકજભાઈ રાજપરાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલકશ્રીને જાણ કરતા શ્રી રાજેશભાઈ સોલંકી(અધ્યારૂ હોસ્પિટલ માંગરોળ)
દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા.તેમજ આજના ચક્ષુનો સ્વિકાર ભરતભાઈ ભાદરકા અને સચિનભાઈ જોટવા દ્વારા કરવામાં આવ્યો હતો.અને કરશનભાઈ વાજા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક,C/O ડૉ.થાનકી આઈ હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં છે.

આ પરિવારના આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન આરેણા જાયંટ્સ ગ્રૂપ વંદન કરે છે.
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220512-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *