Gujarat

બોડેલીની શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ ની ત્રણ વિદ્યાર્થીઓએ જિલ્લામાં પ્રથમ બીજો અને ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી  શાળાનું  નામ રોશન કર્યું

આજરોજ ગુજરાત રાજ્ય ૧૨ સાયન્સ નુ પરિણામ જાહેર થતાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ની શેઠ એચ.એચ.શિરોલાવાલા હાઇસ્કૂલ નુ ગૌરવ વધાર્યુ
બોડેલીની શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ ની ત્રણ વિદ્યાર્થીઓએ જિલ્લામાં પ્રથમ બીજો અને ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી  શાળાનું  નામ રોશન કર્યું
આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ બોર્ડ દ્વ્રારા જાહેર કરવામાં આવ્યું જેમાં શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી ની ત્રણ વિધ્યાર્થિનીઓ એ જીલ્લામાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવી શાળાનું અને તાલુકાનું નામ
રોશન કરેલ છે. જેમાં 558 ગુણ સાથે A2 ગ્રેડ મળવી પ્રથમ નંબર કુ. પાંડે આંચલ સંતોષભાઈ પ્રાપ્ત કરેલ છે,તેવીજ રીતે 556 ગુણ મેળવી A2 ગ્રેડ મેળવી દ્વિતીય નંબરે કુ.શાહ રિદ્ધિબેન હિતેશકુમાર અને તૃતીય સ્થાને કુ.ખત્રી ખદિજાબાનું મોહમ્મદહયાતે 535 ગુણ સાથે A2 ગ્રેડ મેળવેલ છે. ત્રણેય વિધ્યાર્થિનીઓને શાળાના આચાર્ય શ્રી જિગ્નેશ આર. શાહ તથા શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકો એ તેઓને ખુબ-ખુબ અભિનંદન પાઠવ્યા છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220512-WA0084-2.jpg IMG-20220512-WA0024-1.jpg IMG-20220512-WA0023-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *