Gujarat

ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે કેસ બાદ આરોપીએ પોલીસ સામે કેસ નોંધાવ્યો

પાટણ
ચાણસ્માના કેસરવાડી, ગોગાવાસની બાજુમા રહેતાં પટેલ ચેતન ઉર્ફે લાલો સોમાભાઇ (ઉ૪૧)ના ઘરેથી રૂ.૧૦૨૦નો દારૂનો મુદામાલ પકડેલા હોવાનો ગુનો એક માસ અગાઉ ચાણસ્મા પોલીસ મથકે નોંધાયો હતો. જેને પગલે ચેતન પટેલે તા. ૯ એપ્રિલના રોજ ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરને સી.સી.ટી.વી ફૂટેજ તેમજ ગુનાની એફ.આઈ.આર સાથે તપાસ કરવા માંગ કરી હતી. પોલીસ અધિક્ષક પાટણને આ મુદ્દામાલ ખરેખર ક્યાંથી લાવેલ છે તેની તપાસ માટે અરજ કરી હતી.વધુમાં ખોટી ફરિયાદ અંગે ગુજરાત હાઇકોર્ટમાં ક્વોસીંગ અરજી પેન્ડિંગ છે પરંતુ આગોતરા જામીન અરજીમાં ફરિયાદીની ધરપકડ નહીં કરવી અને તારીખ ૫ મેના રોજ તપાસ અધિકારી સમક્ષ હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. તેને પગલે ચેતન તેના કાકી ભગવતીબેન સાથે ચાણસ્મા પોલીસ સ્ટેશને હાજર થતાં પી.આઇ. વસાવાએ ઉશ્કેરાઇ અપશબ્દો બોલી તારી બધી ચરબી ઉતારી દઈશ, પોલીસની સામે પડતો નહીં તેવી ધમકી આપતા બંને જણા ઘરે આવી હાઈકોર્ટના ઓર્ડરની કોપી લઇ ફરીથી ચાણસ્મા પોલીસ સ્ટેશને જતાં ચેનુજી, ગુણવંતસિંહ, રોનક ચૌધરી અને પી.આઇ વસાવા પાસપોર્ટ કેબિનમાં લઈ જઈ આ ગુનો કબૂલ કરી દે નહીં તો તારી એક્ટીવામાં દારૂ કે ડ્રગ્સ મુકી ફસાવી દઈશું અને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ભગવતીબેને તમે ધમકીઓ કેમ આપો છો તેવું કહેતાં પીઆઇએ તેમનો હાથ પકડી ઝપાઝપી કરી હતી અને બાકીના ત્રણ કોન્સ્ટેબલે ધક્કામુક્કી કરતાં બંને બહાર નીકળી ચાણસ્મા કોર્ટમાં ફરિયાદ કરવા જતા હતા ત્યારે ગુણવંતસિંહ, રોનક ચૌધરી , ચેનુજી કોર્ટના કંપાઉન્ડમાં આવી તારું મર્ડર કરી દઈશ તેવી ધમકી આપી હતી. આ ફરીયાદથી પોલીસ તંત્રમાં ચકચાર જાગી છે. કોર્ટ દ્વારા એમ કેસ નોંધવા હુકમ કરાયો હતો તે મુજબ ફરિયાદ નોંધી પંચનામું વગેરે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બંને પક્ષના નિવેદન લીધા પછી આગળની કાર્યવાહી કરાશે. દારૂના કેસનો આરોપી આગોતરા લઈને આવતા નિયમ મુજબ કાર્યવાહી કરાયા પછી કોર્ટમાં જઈને તેણે મારા અને સ્ટાફ વિરુદ્ધ આક્ષેપ કરતાં કોર્ટે તપાસનો હુકમ કરતા રાધનપુર સીપીઆઈ તપાસ ચલાવી રહ્યા છે. તેણે કરેલા બદસલૂકીના તેમજ અન્ય આક્ષેપો ખોટા છે.ચાણસ્મા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા દારૂના કેસના આરોપીના કાકી સાથે છેડતીનો બદસલૂકીનો પ્રયાસ કરાયાની તેમજ ગુનો કબુલી લેવા માટે ધાક-ધમકી પૂર્વક દબાણ કરાયાની ફરિયાદ ચાણસ્મા કોર્ટમાં કરવામાં આવતા કોર્ટ દ્વારા સીઆરપીસી ૧૫૬( ૩) મુજબ એમ કેસ નોંધીને તપાસ કરવા હુકમ કરતા ચાણસ્મા પોલીસ ઇન્સપેક્ટર વસાવા તેમજ ત્રણ પોલીસકર્મી ઠાકોર ચેનુજી નાગજીજી, ગુણવંતસિંહ અજીતસિંહ અને રોનકભાઇ ચોધરી ( ડી સ્ટાફ ) સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે અંગે રાધનપુરના મહિલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Chanasma-Police-Station.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *