Gujarat

   છેલ્લા બે વર્ષથી પોહીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી જીલ્લાના ચરાવડા ગામેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

વિઓ:    ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં પેરોલ ફર્લો જમ્પના તથા વચગાળા જામીન ઉપરથી ફરાર થઇ ગયેલ આરોપી તથા ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાનાં તેમજ જીલ્લા બહાર અને રાજય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ ઘાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ શ્રી નાઓને સુચના કરેલ જે અનુસંધાને શ્રી ડી.એમ વસાવા, પોલીસ સબ ઈન્સ્પેકટર તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ માણસોને મળેલ બાતમી હક્કિત તથા તેના મોબાઇલ લોકેશન આધારે (૫) જેતપુરપાવી પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૨૦૫/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫.એ.ઇ. ૯૮ (૨) ૮૧ મુજબ (ર) જેતપુરપાવી પોલીસ સ્ટેશન I ગુ.ર.ન ૭૩૮/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫.એ.ઇ. ૯૮ (૨) ૮૧,૮૩ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જેનુભાઇ દેસીંગભાઇ કોઠારીયા ઉ.વ.૨૬ રહે.ઘોડીયાદરા તા.કઠીવાડા જી અલીરાજપુર એમ.પી. નાને મોરબી જીલ્લાના ધરાવડા ગામેથી ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે જેતપુરપાવી પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220531-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *