Gujarat

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામના વતની કલ્પેશભાઈ કનુભાઈ ઝાલાવાડીયા તથા સતીષભાઈ કનુભાઈ ઝાલાવાડીયાએ ભુવા પ્રાથમિક શાળામાં રૂ પાંત્રીસ પાંત્રીસ પાંત્રીસ હજારની મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ મૂકાવી. બાળકો હવે વધુ ઉત્કંઠાથી ભણશે રાષ્ટ્ર પ્રેમના પાઠ. 

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા તાલુકાનું ભુવા ગામ શિક્ષણ અને સંસ્કૃતિના સંવર્ધન માટે હમેશાં તૈયાર રહે છે. આદર્શ મહાનુભાવોની પ્રેરણા બાળકોને મળી રહે તે ઉદ્દેશથી ભુવા ગામના કલ્પેશભાઈ કનુભાઈ ઝાલાવાડીયા તથા સતીષભાઈ કનુભાઈ ઝાલાવાડીયાએ ભુવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં સૌના પ્રેરણાસ્ત્રોત સમા આપણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને દ્રઢ મનોબળ અને હિંમત સાહસ અને પ્રામાણિકતાનાં આદર્શ, ભારતભરમાં રજવાડાનું એકીકરણ કરી ભારત દેશને આદર્શ લોકતાંત્રિક વ્યવસ્થા માટે સજજ કરવામાં જેનો શિરમોર ફાળો છે. એવા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ અર્પણ કરી હતી. બાળકો માટે પણ આ બંને ભારતદેશની અમૂલ્ય સંસ્કૃતિ અને વારસાના ધરોહર સમાન હતાં.. આજે પણ માત્ર ભારત દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં જેનું નામ ખૂબ જ આદરભાવ અને સંન્માનથી લેવાય છે તેવાં પ. પૂ. મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલને શત શત વંદન.. સાથે સાથે ભુવા પ્રાથમિક શાળાના બાળકો પણ તેમનાં કંડારેલ માર્ગ પર ચાલશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ભુવા ગામના કલ્પેશભાઈ કનુભાઈ ઝાલાવાડીયા તથા સતીષભાઈ કનુભાઈ ઝાલાવાડીયા આ બંને ભાઈઓએ ભુવા પ્રાથમિક શાળાને રૂપિયા ૩૫૦૦૦ હજારના ખર્ચે મહાત્મા ગાંધીજીની મૂર્તિ અને ૩૫૦૦૦ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ શાળાનાં સંકુલમાં મૂકાવી છે. આમ ભુવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળકો હવે વધુ ઉત્કંઠા સાથે રાષ્ટ્ર પ્રેમનાં પાઠ ભણશે.

IMG-20220519-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *