Gujarat

  છોટાઉદેપુર જિલ્લાની  અછાલા શ્રેષ્ઠ ઉચ્ચ પ્રાથમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની શાનદાર  ઉજવણી.

છોટાઉદેપુર  જિલ્લાના અછાલા શ્રેષ્ઠ પ્રાથમિક શાળા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી વન વિભાગ છોટાઉદેપુરના કર્મચારીઓ  ઉપેન્દ્રભાઈ સોલંકી ઈન ચાર્જ ફોરેસ્ટર તેજગઢ, વન ખાતા વિભાગના રોજમદાર અમરસિંહ રાઠવા,શંકરભાઇ રાઠવા, નારણભાઇ રાઠવા, સરતાનભાઈ રાઠવા  હાજર રહ્યા હતા. વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણીમાં ધોરણ 3 થી 8 ના 75 વિદ્યાર્થીઓએ  ભાગ લીધો હતો.વિધાર્થીઓને ઉપેન્દ્રભાઈ સોંલકી દ્રારા પર્યાવરણ સંરક્ષણ, વન્ય પ્રાણી જીવો વિશે માહિતી આપવામાં આવી તેમજ શાળામાં  ચિત્ર સ્પર્ધાનું આયોજન  કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાણી અને પર્યાવરણને લગતા ચિત્રો  બાળકો દોર્યા હતા.અધિકારી ઉપેન્દ્રભાઈ સોલંકી અને પ્રવિણકુમાર પટેલે બાળકોને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.બાળકોએ દોરેલા ચિત્ર જોઈ સૌ પ્રભાવિત થયા હતા. શાળાના ભાગ લેનારમાં પ્રથમ નંબરે રાઠવા મિશાબેન બીજા નંબરે વિશાલભાઈ તૃતીય નંબર રાઠવા સંતોષભાઈ મેળવનાર, તેમજ ભાગ લેનાર તમામ  બાળકોને વન કર્મયોગી તરફથી  ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વન અધિકારી સહિતના કર્મયોગીઓ  તેમજ શાળાના ના તમામ શિક્ષક પરિવાર નિર્ણાયક તરીકે  વર્ષાબેન, પ્રવિણકુમાર , માધુભાઈ, ગોવિંદભાઇ, , રમીલાબેન,રાકેશભાઈ  સુરતાબેન, રાકેશભાઈ, અમીનભાઈ  ઉપસ્થિત રહ્યા હતા.અંતમાં શાળા પરિવાર વતી અમીનભાઈ રાઠવા  તમામનો આભાર વ્યક્ત કર્યો  હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221007-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *