Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરિક્ષા આપનાર પરિક્ષાર્થીઓ માટે કાઉન્સેલિંગ સેન્ટરનો પ્રારંભ અને આ કાઉન્સેલિંગ આગામી ટૂંક સમયમાં

છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરિક્ષા આપનાર પરિક્ષાર્થીઓ માટે કાઉન્સેલિંગ સેન્ટરનો પ્રારંભ અને આ કાઉન્સેલિંગ આગામી ટૂંક સમયમાં રાજ્યમાં ગુજરાત સજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાના ધોરણ ૧૦ અને ૧૨ ની જાહેર પરીક્ષા યોજાનાર છે આ પરીક્ષામાં ધોરણ ૧૦ની પરીક્ષામાં છોટાઉદેપુર જિલ્લામાં ૧૬ કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે અને એમાં આશરે બિલ્ડીંગ ૫૬ ઉપયોગમાં લેવાનાર છે. અને આ પરીક્ષામાં પંદરથી સોળ હજાર જેટલા પરિક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે. એજ રીતે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં મુખ્ય કેન્દ્ર બે છે. જ્યારે બિલ્ડીંગ ૩૪ છે. અને એમાં સંભવિત છ હજાર જેટલા પરિક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે. અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં મુખ્ય કેન્દ્ર બે છે. અને એમાં ઉપયોગમાં લેવાના બિલ્ડીંગની સંખ્યા ૮ છે. અને આ પરીક્ષા આપનાર સંબંધિત વિદ્યાર્થીઓ ૨૦૦૦ જેટલા છે. બોર્ડની પરીક્ષા ગત વર્ષે યોજાયેલ નથી કોરોના કાર્ડના કારણે દરેક વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું કોરોના કાળમાં બે વર્ષ પછી જ્યારે બોર્ડની પરીક્ષા યોજાવાની છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા એક સુંદર વિચારને આયોજનમાં મૂક્વામાં આવ્યો છે. પ્રથમ વખત વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપતો હોય ત્યારે તેને પરીક્ષાનો ડર સતાવતો હોય છે.એનામાં પરીક્ષાનો જે હાઉ હોય છે. તે ન રહે અને પરીક્ષા અંગે કોઇપણ મૂંઝાતો પ્રશ્ન હોય તે પરીક્ષાનો આત્મવિશ્વાસનો અભાવ હોય વાંચેલું યાદ ન રહેતું હોય બે વર્ષના ગાળા બાદ જ્યારે પરીક્ષા આપવાની થવાની છે. વાંચવું ગમતુ ન હોય જેવી અનેક સમસ્યાઓ જોવા મળે છે.જેથી છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત શિક્ષણ અધિકારી ક્રિષ્ના પચાણી એ વિદ્યાર્થીઓ પૂરે પૂરા આત્મવિશ્વાસ સાથે નિર્ભયપણે પરીક્ષા આપી જવલંત સફળતા મેળવે તેવા ઉમદા હેતુસર વિદ્યાર્થી કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યુંછે. જેમાં જિલ્લાની દસ જેટલી શાળાના આચાર્યો શિક્ષકોના નામો મોબાઇલ નંબર સાથે જાહેર કરવામાં આવ્યું છે કારણ ગમે તે સેન્ટરમાં વિદ્યાર્થિનીઓ પોતાનો મૂંઝવણનું માર્ગદર્શન મેળવી શકે તે જોષી, માટે મહિલા શિક્ષકોની પણ કાઉન્સેલિંગમાં પસંદગી કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ બોર્ડની પરીક્ષા અંગે મૂંઝવતા પ્રશ્નો માટે તેઓ ગમે ત્યારે ફોન કરી માર્ગદર્શન મેળવી શકે છે. તેવું જિલ્લા શિક્ષણ અધિકારી ક્રિષ્ના પાચાણીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *