Gujarat

છોટાઉદેપુર જિલ્લા કક્ષાના કલા મહાકુંભની  ઉજવણી

શેઠ એચ.એચ.શિરોલાવાલા હાઇસ્કૂલ ,બોડેલી ખાતે તા.૩ માર્ચ ૨૦૨૨ ના દિવસે છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો કલા મહાકુંભની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાંથી ૪૦૦ જેટલા કલાકારોએ ભાગ લીધો હતો.
છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો કલાઉત્સવમાં  જિલ્લાના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી ક્રિષ્નાબેન પાંચાણી ઉપસ્થિત રહ્યા હતા. .
     આ કલા ઉત્સવમાં સંકૃતિક વિભાગમાં આવતી લોકનૃત્ય, ગરબા, રાસ, ભરતનાટ્યમ, કથ્થક વેગેરે તથા સાહિત્ય વિભાગમાં આવતી નિબંધ લેખન, કાવ્ય લેખન, સાયરી લેખન જેવી 17 જેટલી  વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. ઉદ્દઘાટન સમારોહમાં તમામ તાલુકાના કંવિનર્શ્રીઓ તથા જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય શ્રી જીગનેશકુમાર રમેશચંદ્ર શાહ દ્વારા ઉપસ્થિત સર્વેનું સ્વાગત કર્યું હતું અને વિજેતા સ્પર્ધકોને રાજ્ય કક્ષાના કલા મહકુંભામાં ભાગ લઈ જિલ્લાનું નામ રોશન કરવાં શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના સાંસ્કૃતિક પ્રવૃત્તિ કંવિનર શ્રી એકનાથ જાધવ તથા સમગ્ર શાળા પરિવારના શિક્ષકશ્રોએ કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220303-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *