Gujarat

  છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે રાજ્યના મંત્રી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં કેશ ક્રેડિટ કેમ્પ તથા CIF વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

ગ્રામીણ મહિલાઓ પણ પુરુષ સમોવડી અને આર્થીક રીતે  પગભર થઈ આત્મનિર્ભર બને અને પોતાનું અને પરિવારનુ જીવન ધોરણ ઊંચું લાવવાની સાથે સમાજિક વિકાસ થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ થકી મહિલાઓનું શસક્તિકરણ કરવામાં આવી રહ્યું છે,સ્વસહાય જૂથ બનાવી ગ્રામીણ મહિલાઓ પણ અનેક વિધ સ્વરોજગાર ધંધા કરી આર્થિક ઉપાર્જન મેળવી આગળ વધી રહી છે અને જેમ જેમ સખી મંડળ પ્રગતિ કરે છે તેમ તેમ સરકાર દ્વારા પણ તેને લાખોની રકમ ની સહાય થકી તેઓના વ્યવસાયને વિકસાવવા માં મદદરૂપ બની રહી છે ,આવાજ ઉમદા હેતુસર આજે આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તાર એવા છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે ગુજરાત લાઈવલીહુડ મિશન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના સંયુક્ત ઉપક્રમે કેશ ક્રેડિટ કેમ્પ અને CIF વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ ,આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ વિભાગના મંત્રી નિમિષાબેન સુથાર ના હસ્તે 17 ગ્રામ સંગઠનોને 2.37 કરોડ નું ફંડ અને જિલ્લાના 122 સ્વસહાય જૂથ અને સખી મંડળોને 1.57 કરોડ રૂપિયાની સહાય માટેના મંજૂરી હુકમો અને ચેક એનાયત કરવામાં આવ્યા હતા,કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલાકાબેન પટેલ ,સાંસદ ગીતાબેન રાઠવા સહિત ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કલેકટર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ની સાથે સાથે જિલ્લાના સ્વસહાય જૂથોની સેંકડો બહેનો ઉપસ્થિત રહી હતી.સહાય મેળવનાર સખી મંડળની બહેનોએ તેમના આર્થિક સામાજિક અને શૈક્ષણિક ઉધ્ધાર ની સાથે આત્મનિર્ભર બનાવવા કરેલ સહાય બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220630-162617_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *