Gujarat

છોટાઉદેપુર ના કવાંટ તાલુકાના આંબા ડુંગર ગામ કેન્દ્રની ખનીજ વિભાગની ટીમ દ્વારા ડુંગરોની અંદર છુપાયેલ એરર અર્ચ નામનું તત્વ મળી આવ્યું સોના કરતાં પણ મોંઘી કિંમતનું ખનીજ તત્વ હોવાનું બહાર આવ્યું ફેસ વન અને ફેસ ટુ નું કામગીરી ટૂંક સમયમાં ખનીજ દ્વારા કરવામાં આવશે  

છોટાઉદેપુર ના કવાંટ તાલુકાના આંબા ડુંગર ગામે જી.એમ.ડી.સી આવેલી છે જેની નજીકમાં એક ડુંગર આવેલું છે છોટાઉદેપુરના સાંસદ દ્વારા જી.એમ.ડી.સી બંધ તથા ખનીજ વિભાગ ડુંગરોમાં છુપાયેલ તત્વને શોધે તે માટે લોકસભામાં રજૂઆત કરી હતી જેના પગલે ખનીજ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યું હતું સાત જેટલા એન્જિનિયરો તપાસ કરતા એરર અર્ચ નામનું તત્વ પથ્થરોમાંથી મળી આવ્યું છે જ્યારે ખનીજ વિભાગ ને વિપુલ માત્રામાં ખનીજનો જથ્થો મળવાનો અંદાજ મળતા હાલ ફેસ વન અને ફેસ ટુ ની કામગીરી શરૂ કરી છે સમગ્ર અહેવાલ કેન્દ્ર સરકાર ને પૂરું પાડવામાં આવે છે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર એરર અર્ચ નું ખનીજ સોનાના ભાવ કરતાં ડબલ કિંમતનું ખનીજ છે અને આદિવાસી વિસ્તારમાં પાંચ કિલોમીટર ડુંગરના ભાગમાં પ્રાથમિક તપાસમાં આ તત્વો મળતા રોજગારીની મોટી તકો મળવાના એંધાણ છે સમગ્ર નજર કેન્દ્ર સરકારના અધિકારીઓની આંબા ડુંગર ઉપર છે આગામી દિવસોમાં ઝડપથી કામગીરી થશે સાથે ખનીજ વિભાગ ને તત્વ હાથ લાગશે તો મોટા પાયે આ વિસ્તાર ની કાયા પલટ થવાનો અંદાજ છે ખનીજ વિભાગની ટીમ ડુંગર નું સર્વે કરી રહી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *