છોટાઉદેપુર જિલ્લાના ડોલરીયા રેન્જમાં આવતા કુંભાણી જંગલ ના માં થી ખેર ના ઝાડ કાપી લાકડા ભરી બોલેરો પીક અપ જીપ સાથે એક આરોપી ને છોટાઉદેપુર વન વિભાગ ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે.
છોટાઉદેપુર જીલ્લા વન વિભાગ ની ડોલરીયા રેન્જ માં આવેલ કુંભાણી જન્ગલ વિસ્તાર માં વન વિભાગ ને મળેલ બાતમી ના આધારે સવારે 4.30 વાગ્યાં ના સુમારે સમય સુચકતા દાખવી વન વિભાગ ની ટુકડી દ્વારા છાપો મારી રંગેહાથ લાકડા ચોરો ને ઝડપી પાડવાના બનાવેલા સુચારા આયોજન ને આબાદ સફળતા મળવા પામેલ હતી, અને લાકડા ચોર ની ટુકડી નો એક ઇસમ સાથે ચોરી નો માલ તેમજ વપરાયેલ હથિયાર સહિત બોલેરો જીપ અને મોટર સાયકલ કબ્જે કરી તપાસ ચલાવતા આરોપી દિનેશભાઇ તેરસીંગભાઈ રાઠવા એ પ્રાથમિક તપાસ માં અન્ય પાંચ ચોરી ના કામ માં સામેલ આરોપી ઓ ના નામ કબૂલ્યા છે. ત્યારે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા અન્ય આરોપી ઓ ને પકડી પાડવા તેમજ ધનિષ્ઠ કાર્યવાહી આગળ હાથ ધરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


