રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે નજીકના દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના છે રાજ્યના ચૂંટણી તંત્રે આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં લાગી ગયું છે ચૂંટણી પહેલા સરકારના વિવિધ વિભાગોમાં બે વર્ષ ઉપરાંત થી એક જગ્યા ઉપર ફરજ બજાવતા અધિકારીઓની બદલીનો દોર શરૂ થયેલ છે જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા વિભાગના પણ કેટલાક અધિકારીઓની અન્ય જગ્યાએ બદલી થતાં ગુજરાત પત્રકાર એકતા પરિષદ છોટાઉદેપુર જિલ્લા દ્વારા જિલ્લા પોલીસ વિભાગમાં વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ફરજ બજાવતા વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ.વી. કાટકડ તેમજ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાજ પીઆઇ રાઉલજી તેમજ જિલ્લા ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પીએસઆઇ તડવી નું સર્કિટ હાઉસ છોટાઉદેપુર ખાતે વિદાયમાન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પોલીસ વિભાગના ત્રણેય અધિકારીઓનું પત્રકારો દ્વારા સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે છોટાઉદેપુર પાવીજેતપુર બોડેલી નસવાડી કવાટ તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


