Gujarat

જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા કરાયો યાત્રા-પ્રવાસ ..  

ગિરગઢડા
 ભરત ગંગદેવ
    છેલ્લા 215 ગુરૂવારથી સતત પૂજ્ય જલારામ બાપાના ભજન થકી અદભૂત ગૌસેવા કરતું ડીસાનું જલારામ સત્સંગ મંડળ સેવાકીય પ્રવૃતિઓથી સુવાસિત બન્યું છે.જલારામ સત્સંગ મંડળ દ્રારા તાજેતરમાં જ એક દિવસીય યાત્રા-પ્રવાસનું સરસ આયોજન કરાયું હતું.લકઝરી બસ દ્રારા કરાયેલ આ યાત્રા-પ્રવાસમાં બાલારામ,ઉકરડા ભૈરવદાદા મંદિર,બાજોઠીયા,અંબાજી,કોટેશ્ર્વર,વિશ્ર્વેશ્ર્વર સહિતનાં પવિત્ર સ્થળોનો સમાવેશ કરાયો હતો.
   સમગ્ર આયોજન તેમજ વ્યવસ્થામાં ભગવાનભાઈ બંધુ,મહેશભાઈ ઉદેચા,કમલેશભાઈ રાચ્છ,આનંદભાઈ પી.ઠકકર,તારાચંદભાઈ ડી.મજેઠીયા,સુરેશભાઈ વાલેવડાવાળા,મહેન્દ્રભાઈ આર.ઠકકર,દેવચંદભાઈ એન.ઠકકર,મહેશભાઈ આર.પોપટ,ભૂરાભાઈ સુથાર,પરમાનંદભાઈ શર્મા સહિત સૌએ વિશેષ સહકાર આપ્યો હતો.અંતાક્ષરી,ધાર્મિક પ્રશ્ર્નોતરી,ગરબા,ભજન સત્સંગ ને લીધે સમગ્ર યાત્રા ખૂબ જ આનંદિત તેમજ વિશેષ સફળ રહી હતી.ટુર સંચાલક પરમાનંદભાઈ શર્માનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું  હતું.

IMG-20220906-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *