Gujarat

સત્ય ઘટના : ગણેશ કૃપા  

ગિરગઢડા
  ભરત ગંગદેવ.
2006માં કવિ જિમ રામદેવરા-રણુજા વાયા રામદેરિયા પગપાળા યાત્રા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં લીમડીના એક રામદેવ ભક્ત મળ્યા જેમને તેમણે સ્વરચિત “રામદેવ ચાલીસા” આપી.તેમણે પણ કવિને યાદગીરી સ્વરૂપે ગણેશજીની એક નાનકડી તસવીર આપી અને તેના ચમત્કારિક પરચાની વાત પણ કરી.થયું એવું કે આશરે આઠેક વર્ષ પછી વિરમગામના રામદેવ ભક્ત આત્મારામભાઈએ કવિએ લખેલ અવતારધામ રામદેરિયા : ઉન્ડૂ-કાશ્મીરના લેખમાંથી મોબાઈલ નંબર લઈને તેમને ફોન જોડ્યો અને અવારનવાર કવિને પોતાના ગામ આવવા ભાવભર્યુ આમંત્રણ આપતા.રામદેવપીરની કૃપાથી એકવાર કવિ વિરમગામના કરણગઢ-સરવાલ ગામે ગયા.ત્યાં બે દિવસ રોકાયા.આત્મારામભાઈ ભગવાનદાસ બાપુ પ્રેરિત “અજમલજીનો વિસામો” નામે ધાર્મિક જગ્યા પર કવિને દર્શન હેતુ લઈ ગયા.પછી તેઓ અરણેજ બુટ ભવાની માતાના દર્શને ગયા.છેલ્લે ધોળકાના કોઠ ગાંગડ અર્થાત ગણપતિપુરા ગામે બિરાજમાન ગણપતિદાદાના દર્શન કરવા ગયા ત્યારે કવિ હૃદય-હૈયું ખરેખર પુલકિત થઈ ગયું હતું કારણકે જે દર્શન કરવાની ઘણા સમયથી કવિની તીવ્ર ઈચ્છા હતી તે કૃપાનિધાનની કૃપાથી અનાયાસે પરિપૂર્ણ થઈ હતી.એ મંદિર પાંચ વર્ષ પહેલા પગપાળા રણુજા-રામદેવરા જતી વખતે લીમડીના રામદેવ ભક્તે આપેલ તસવીરવાળું ગણપતિ દાદાનું અતિ ચમત્કારિક મંદિર હતું ! જય હો ગણપતિ દાદા…સૌનું પરમ કલ્યાણ કરો…
 સંકલન
જિતેન્દ્ર એમ ટાંક કવિ જિમ ડીસા
Attachments area

IMG-20220901-WA0399.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *