Gujarat

જામજાેધપુરના યુવકે પ્રેમલગ્ન કરતા યુવતીના પરિવારજનોએ યુવકના પિતાની હત્યા કરી

જામનગર
જામજાેધપુર તાલુકાના કલ્યાણપુર ગામના યુવકે જેતપુરની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમલગ્ન યુવતીના પરિવારજનોને મંજૂર ન થતાં યુવકના પિતાનું અપહરણ કરી ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતાર્યાના આક્ષેપ મૃત્યુ પામનારના ભાઈએ છ જેટલા આરોપી વિરૂદ્ધ ગુનો નોંધવા શેઠ વડાળા પોલીસ મથકમાં અરજી કરી છે. ઉપરાંત ગૃહ મંત્રાલયમાં પણ અરજી પાઠવી આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. આ અંગેની મળતી માહિતી મુજબ, જામજાેધપુર તાલુકાના કલ્યાણપુર ગામના યુવકે એકાદ મહિના પહેલાં જેતપુરની યુવતી સાથે પ્રેમલગ્ન કરી ભાગી છુટ્યાં હતાં. જેથી યુવતીના પરિવારજનો અવાર-નવાર યુવકના પિતા અને તેમના ભાઇને ફોન કરી યુવતીને ગોતી આપવાનું કહી જાનથી મારી નાખવાની તેમજ પરિવારને સાફ કરી નાખવાની ધમકી આપતા હતાં. દરમિયાન તા.૧૯ સપ્ટેમ્બરના રોજ સવારે યુવતીના પરિવારવાળા ૬ જેટલાં શખ્સો યુવકના ઘરે આવી તેના પિતાને યુવક-યુવતીને શોધવા સાથે આવો તેમ કહીને દબાણ કરી સફેદ કલરની ગાડીમાં બેસાડી લઇ ગયા હતાં. ત્યારબાદ યુવકના પિતા તેમના ઘરે પરત ફર્યા નહતા. તેથી તેમના ભાઈએ ફોન કરતા નવાગઢ ચોકડીએ પહોંચ્યા છીએ એટલું બોલી શક્યા હતા અને ફોન કપાઈ ગયો હતો. ત્યારબાદ રાત્રિના લખમણભાઈના ભાઈનો જેતપુર થી ફોન આવેલો કે લખમણભાઈને સરકારી દવાખાને લઇ આવ્યા છીએ અને મજા નથી અને ફરી ગ્યે ફોન આવેલો કે લખમણભાઈ અવસાન થયેલ છે. આ ઉપરાંત કલ્યાણપુરથી યુવકના પિતાને લઇને આવેલા યુવતીના પરિવારજનો જતાં રહ્યાં છે. આ બનાવથી યુવકના પિતાના કૌટુંબિક ભાઈએ (ગામ કલ્યાણપુર તાલુકો જામજાેધપુર) દ્વારા યુવતીના પરિવારજનો વિરૂદ્ધ ઝેરી પદાર્થ ખવડાવી મારી નાખ્યા હોવાની શંકા વ્યક્ત કરી છે અને યુવતીના પરિવારજનોના ૬ લોકો વિરૂદ્ધ અપહરણ કરી ઝેરી પદાર્થ ખવડાવી મારી નાખવા અંગે ફરિયાદ દાખલ કરવા જામજાેધપુરના શેઠવડાળા પોલીસ સ્ટેશન તથા જેતપુર જિલ્લો રાજકોટ પોલીસ સ્ટેશને રૂબરૂ અરજી આપીને રાજ્યના ગૃહમંત્રી રાજકોટ ડીસીપીને પણ જાણ કરી હતી.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *