જામનગર તા.૨૪ મે, જામજોધપુર તાલુકાના પાટણવાડી શાળા, તળાવનેશ પ્રાથમિક શાળા, ઘોરિયોંનેશ પ્રાથમિક શાળા, માલવાડા પ્રાથમિક શાળા, ગોરખડી પ્રાથમિક શાળા, લુવાસર પ્રાથમિક શાળા, સોગઠી પ્રાથમિક શાળા, વીરપુર પ્રાથમિક શાળા, બમથીયા પ્રાથમિક શાળા, ગઠકડા પ્રાથમિક શાળા, તરસાઈ કુમાર શાળા, તારસાઈ કન્યા શાળા, જસાપર પ્રાથમિક શાળા, સખપુર ધ્રાફા પ્રાથમિક શાળા, વાલાસણ પ્રાથમિક શાળા, વાંસજાળિયા કન્યાશાળા, ડોકામરડોનેશ, કરશન પ્રાથમિક શાળા, મેઘપર પ્રાથમિક શાળા, સોરઝરનેશ પ્રાથમિક શાળા, ધ્રાફા ટીમ્બાવડી શાળા, ભલારાનેશ પ્રાથમિક શાળા, અંધારિયોનેશ પ્રાથમિક શાળા, વીરપુર વાડી શાળા, ગઢકડાવાડી શાળા, જાબુંડીવાડી શાળા મધ્યાન ભોજન યોજનાના કેન્દ્રો પર ચાલુ શૈક્ષણિક વર્ષ માટે નિયત માનદ વેતન દ્વારા કેન્દ્ર સંચાલકની નીમણૂક કરવાની થતી હોય તો રસ ધરાવતા તેમજ સરકારશ્રીના પરીપત્ર મુજબ એસ.એસ.સી.ની લાયકાત ધરાવતા ૨૦ થી ૬૦ વર્ષની મર્યાદા ધરાવતા તંદુરસ્ત અને કોઇપણ ગુનાહીત કાર્ય કરેલ ન હોય તેવા ઉમેદવારોએ તા.૦૪-૦૬-૨૦૨૨ સુધીમાં મામલતદાર કચેરી જામજોધપુરને કામકાજના સમય દરમ્યાન નીયત નમુનામાં આધારો સાથે અરજી કરવાની રહેશે. મહીલાઓ તથા સ્થાનિક ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. સમય મર્યાદા બહાર આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. નિયત નમુનાના અરજી ફોર્મ કામકાજના સમય દરમ્યાન મામલતદાર કચેરી જામજોધપુર મધ્યાહન ભોજન યોજના શાખા માંથી વીના મુલ્યે મળી શકશે તેમ મામલતદાર જામજોધપુરની યાદીમા જણાવાયું છે.
