Gujarat

જામનગરની એક સોસાયટીના સભાસદે લોનની રકમ ન ભરતાં છ માસની જેલની સજા અને દંડ

જામનગર
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદે ધંધાર્થે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા ચેક આપ્યો હતો. જે ચેક સોસાયટીએ બેંકમાં ડિપોઝીટ કરતાં ચેક રીટર્ન થયો હતો. જે બાદ આરોપીને નોટિસ પાઠવવાં છતાં રકમ ન ભરતાં તેની સામે કોર્ટ ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાં આરોપીને કોર્ટે તકસીરવાન ઠેરવી ૬ માસની જેલની સજા તેમજ ચેકની રકમનો દંડ કર્યો હતો. સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ અરજણ દયાળજીભાઈ પરમાર એ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપ્યો હતો. જેમાં સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયો હતો. જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયું ન હતું. જેથી નેગોશીએબલ ઈન્સટ્રૂમેન્ટ એક્ટ – ૧૩૮ અન્વયે આરોપી વિરુદ્ધ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી અને સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયો હતો. ડી.બી જાેષીની કોર્ટમાં કેસ આગળ ચાલતા વકીલની દલીલોને ધ્યાનમાં રાખી આ કામના આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૨૫૫ (૨) મુજબ ધી નેગોશીએબલ ઈન્સટ્રૂમેન્ટ એક્ટ – ૧૩૮ અન્વયે આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવ્યો હતો અને આરોપીને ૬ માસની જેલની સજા તેમજ ચેકની રકમનો દંડ કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવા તથા તેની અમલ બજવણી માટે જામનગરના પોલીસ અધીક્ષકને મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *