Gujarat

જામનગરમાં ટ્રેક્ટરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

જામનગર
જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના રીનારી ગામના પાટીયાથી ૩૦૦ મીટર આગળ કાલાવાડ તરફ જતા રોડ પર જી.જે.૦૩.કે.એ.૧૯૧૭ નંબરની મોટરસાયકલને તા. ૨૨મી માર્ચની રાતે સાડા આઠેક વાગ્યે રોડની ડાબી સાઇડથી કાચા રસ્તેથી પૂરઝડપે ધસી આવેલા જી.જે.૧૦.ડી.એ.૬૫૬૮ નંબરના ટ્રેક્ટર ચાલકે પોતાના ટ્રેક્ટરની ટ્રોલી ભટકાવી અકસ્માત નીપજાવ્યો હતો. જેમાં બાઈક ચાલક રમેશભાઇ તથા પાછળ સવાર લલીતભાઇ બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા. જેમાં માથાના ભાગે વધારે ઈજા પહોંચતા રમેશભાઇ ઉર્ફે તન્ની ડાયાભાઇ ભંડેરી ઉ.વ. ૫૦નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે લલીતભાઇ કેશુભાઇ પરમારને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતક અને ઘાયલ બાઈક લઇને ચાંવડીથી કાલાવાડ મુકામે ઇલેક્ટ્રીક પંખો લેવા માટે જતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. આ બનાવ અંગે કાલાવાડ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના રીનારી ગામના પાટિયા પાસે કાલાવાડ તરફના રોડ પર પૂરઝડપે દોડતા એક ટ્રેક્ટરે મોટરસાયકલને હડફેટે લીધી હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક ખેડૂતનું મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેસેલા વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

Kalavad-Police-Station.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *