ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગર દ્વારા કેન્દ્ર સરકારે પાન ઇન્ડિયા કાનૂની સેવા માટે મહત્વનો ફાળો આપેલ છે તેને ધ્યાનમાં લઈ તા. ૨૬ જાન્યુઆરીના રોજ યોજાનાર ગણતંત્ર દિવસની પરેડમાં લોક અદાલતની થીમ આધારિત ટેબ્લોનો સમાવેશ કરવામાં આવેલ છે. જામનગર જિલ્લાની જાહેર જનતા આ કાર્યક્રમ સોશિયલ મીડિયા, દૂરદર્શન કે અન્ય ચેનલ દ્વારા જોડાઈને નિહાળી શકશે. આ માટેની લીંક http://www.mygov.in//rd2022મુજબની રહેશે તેમ સચિવશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવેલ છે.
