Gujarat

જામનગર જિલ્લાના ખેડુતોને બિયારણ તથા રાસાયણિક ખાતરનો

 

જથ્થો લઇ રાખવા અંગે

 

જામનગર તા.૨૭ એપ્રિલ, જામનગર જિલ્લાના તમામ ખેડુતોને જાણ કરવામા આવે છે કે હાલ બિયારણ તથા ખાતરની ખરીદીની સીઝન શરૂ થવામાં હોઈ, તો ખેડુત ભાઇઓએ બિયારણ તથા ખાતર ખરીદતી વખતે નીચે મુજબ ની કાળજી રાખવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) જામનગરની યાદી જણાવે છે.

 

બિયારણ વિશ્વાસુ પરવાનેદાર (લાઇસન્સ હોલ્ડર) પાસેથી સીલ બંધ પેકીંગમાં જ ખરીદવાનો આગ્રહ રાખવો તેમજ સરકાર માન્ય તેમજ વૈજ્ઞાનીકો દ્વારા કરેલ ભલામણ મુજબના બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો અને બિયારણની ખરીદીનું પાકુ બિલ લેવું. સરકાર માન્ય ન હોય તેવું બિયારણ પરવાનેદાર પાસેથી, અનાધિકૃત વિક્રેતાઓ પાસેથી અથવા તો સગાવાલા પાસેથી ખરીદી ન કરવી તથા વિતેલ મુદતવાળુ બિયારણ ન ખરીદવું તેમજ બિયારણ બીજ માવજત આપેલ હોઈ તેવુ વાપરવાનો આગ્રહ રાખવો. માર્કેટમાં સરકાર માન્ય જુદી-જુદી કંપનીની જુદી-જુદી જાતો મળતી હોઈ જેને ધ્યાને લઈ કોઈ એક જ કંપનીના બિયારણ ખરીદીનો આગ્રહ ન રાખતા તમારી પાસે ઉપલબ્ધ પિયત તેમજ અન્ય સુવિધાઓને ધ્યાને લઈ બિયારણની જાત પસંદ કરવી.

 

જામનગર જિલ્લાના તમામ તાલુકામાં પુરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર અલગ-અલગ કંપની દ્વારા પુરૂ પાડવામાં આવેલ છે તો વરસાદ થતા એકીસાથે બિયારણ તથા ખાતરની માંગ ઉપસ્થિત થાય ત્યારે કૃત્રિમ અછત ઉભી ન થાય તે માટે જિલ્લાના તમામ ખેડુતોને ખરીફ ૨૦૨૨ની સીઝન માટે પાકની જરૂરીયાત મુજબ, કૃષિ યુનિવર્સીટીની ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો તથા બિયારણનો જથ્થો અત્યારથી લઈ રાખવા તેમજ ખાતરની ખરીદી પરવાનેદાર વિક્રેતા પાસેથી સરકાર માન્ય ખાતર પાકા બિલથી ખરીદવા તથા લેભાગુ તત્વો દ્વારા ભળતા નામથી તથા લોભામણી સ્કીમો આપી વેચાણ કરવા આવે ત્યારે આવા ખાતર ન ખરીદવા તથા આવા લેભાગુ તત્વોની જાણ આપના તાલુકાના ખેતીવાડી અધિકારીને કરવા નાયબ ખેતી નિયામકની યાદી જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *