Gujarat

જામનગર જિલ્લામાં બપોરે ૧ કલાક સુધીમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩૦.૩૫ ટકા મતદાન નોંધાયુ

વિધાનસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૨ને લઈ આજરોજ જામનગર જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ છે. આજ બપોરના એક વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તાર પર કુલ ૩૦.૩૫ ટકા મતદાન નોંધાયું છે. જેમાં ૭૬-કાલાવડમાં ૩૨.૪૭ ટકા, ૭૭-જામનગર (ગ્રામ્ય)માં ૨૭.૨૧ ટકા, ૭૮-જામનગર (ઉતર)માં ૨૯.૨૫ ટકા, ૭૯-જામનગર (દક્ષિણ)માં ૨૭.૦૭ ટકા અને ૮૦-જામજોધપુરમાં ૩૬.૨૪ ટકા મતદાન નોંધાયું છે. સમગ્ર જામનગર જિલ્લામાં આ સમયગાળામાં કોઈ અનીચ્છનીય બનાવ બન્યા નથી ઉપરાંત શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં અને ઉત્સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *